Assassination Attempt on Farooq Abdullah: જમ્મુ-કાશ્મીરના પૂર્વ મુખ્યમંત્રી અને નેશનલ કોન્ફરન્સના વડા ફારુક અબ્દુલ્લા પર બુધવારે રાત્રે એક લગ્ન પ્રસંગમાં જીવલેણ હુમલો થયો હતો. 70 વર્ષીય હુમલાખોરે તેમના માથા પર રિવોલ્વર તાકીને ફાયરિંગ કર્યું હતું, પરંતુ સુરક્ષા જવાનોની સતર્કતાને કારણે ગોળી હવામાં ચલી ગઈ હતી અને ફારુક અબ્દુલ્લાનો આબાદ બચાવ થયો હતો.
Assassination Attempt on Farooq Abdullah: ઘટનાની વિગતો અને હુમલાખોરની કબૂલાત

ફારુક અબ્દુલ્લા જમ્મુના રોયલ પાર્કમાં નેશનલ કોન્ફરન્સના કાર્યકર સુરજીત સિંહના પુત્રના લગ્નમાં હાજરી આપવા પહોંચ્યા હતા. તેમની સાથે ડેપ્યુટી સીએમ સુરિન્દર ચૌધરી પણ હાજર હતા. હુમલાખોરની ઓળખ કમલ સિંહ જામવાલ તરીકે થઈ છે, જે સુરજીત સિંહનો પિતરાઈ ભાઈ અને ઉદ્યોગપતિ છે.
- હેતુ: હુમલાખોરે પોલીસ સમક્ષ કબૂલાત કરી છે કે તે છેલ્લા 20 વર્ષથી ફારુક અબ્દુલ્લાને મારવા માંગતો હતો.
- હથિયાર: તેની પાસે ઘણા વર્ષોથી લાઇસન્સવાળું હથિયાર હતું, જેનો ઉપયોગ તેણે હુમલા માટે કર્યો હતો.

Assassination Attempt on Farooq Abdullah: CCTVમાં કેદ થયો હુમલો

ઘટનાના સીસીટીવી ફૂટેજમાં જોઈ શકાય છે કે કમલ સિંહ પાછળથી ફારુક અબ્દુલ્લાની અત્યંત નજીક આવી જાય છે અને તેમના માથા પર પિસ્તોલ તાકે છે. તે ટ્રિગર દબાવે તે જ ક્ષણે નજીક ઉભેલા સુરક્ષા જવાનોએ તેનો હાથ હટાવી દીધો હતો, જેના કારણે ગોળી હવામાં ફૂટી હતી. જવાનોએ તાત્કાલિક હુમલાખોરને દબોચી લીધો હતો.
Z+ સુરક્ષા પર ઉઠ્યા સવાલો: CM ઓમર અબ્દુલ્લા નારાજ

આ ઘટના બાદ મુખ્યમંત્રી ઓમર અબ્દુલ્લાએ સુરક્ષામાં થયેલી ગંભીર ચૂક અંગે સવાલો ઉઠાવ્યા છે. તેમણે X (Twitter) પર લખ્યું, “સવાલ એ છે કે Z+ અને NSG સુરક્ષા હોવા છતાં એક વ્યક્તિ લોડેડ પિસ્તોલ સાથે આટલી નજીક કેવી રીતે પહોંચી શકે? અલ્લાહનો આભાર કે મારા પિતા સુરક્ષિત છે.” ડેપ્યુટી સીએમ સુરિન્દર ચૌધરીએ પણ ઘટનાસ્થળે સ્થાનિક પોલીસની ગેરહાજરી સામે સવાલો ઉઠાવ્યા છે.




