ASMITA SANMELAN : ભાજપના રાજકોટ બેઠકના ઉમેદવાર પુરૂષોત્તમ રૂપાલાએ ક્ષત્રિય સમાજની દીકરીઓ માટે કરેલી વિવાદાસ્પદ ટિપ્પણી મામલે લડત હવે દક્ષિણ ગુજરાતમાં પહોંચી છે. ગુજરાતભરના ક્ષત્રિય સમાજે રૂપાલાની ઉમેદવારી રદ કરવા વિવિધ કાર્યક્રમો આપવા છતાં ભાજપે તેઓને ઉમેદવાર તરીકે યથાવત રાખતા ક્ષત્રિય સમાજની લડત હવે સીધી ભાજપ સામે બની છે. જેના ભાગરૂપે આગામી લોકસભા ચૂંટણીની રણનીતિ માટે દક્ષિણ ગુજરાતમાં પણ ક્ષત્રિય સમાજે ભાજપ સામે સત્યાગ્રહ છેડ્યો છે. વહીવટી મંજૂરી મેળવી આવનાર 28મી એપ્રિલે, રવિવારે મહાસંમેલનનું આયોજન કર્યું છે. સાંજે 5 વાગ્યાથી અસ્મિતા સંમેલનની શરૂઆત થશે.

ASMITA SANMELAN : રૂપાલા સામે દક્ષિણ ગુજરાતના ક્ષત્રિયોનો બારડોલીમાં સંમેલનરૂપી સત્યાગ્રહ થનાર છે. આવનાર 28મી તારીખ ને રવિવારે સાંજે પાંચ કલાકે રાજ્યસ્તરના મોભીઓની હાજરીમાં દક્ષિણ ગુજરાત ક્ષત્રિય અસ્મિતા સંમેલન યોજાનાર છે.
ASMITA SANMELAN : દ.ગુજરાત રાજપૂતોનું સંમેલન બારડોલી ખાતે યોજાશે

ASMITA SANMELAN : રૂપાલાથી શરૂ થયેલો વિવાદ હજી સમવાનું નામ નથી લેતો. રાજ્ય ક્ષત્રિય સમાજ સંકલન સમિતિ દ્વારા રાજકોટમાં સંમેલન યોજ્યા બાદ હવે દક્ષિણ ગુજરાતના રાજપૂતોનું સંમેલન સત્યાગ્રહનગરી બારડોલી ખાતે યોજવાનું નક્કી કરાયું હતું. દક્ષિણ ગુજરાતમાં પણ ક્ષત્રિય સમાજમાં આક્રોશ વધી રહ્યો છે. આ ક્ષત્રિય સમાજની લડાઈ છેવાડાના ગામ સુધી પહોંચી ગઈ છે. આવતીકાલ સાંજે પાંચ વાગ્યે મોટી સંખ્યામાં દક્ષિણ ગુજરાતનાં રાજપૂતો ઉમટી પડશે.
ASMITA SANMELAN : ‘રૂપાલાને હટાવામાં નહિ ત્યાં સુધી લડત ચાલું રહેશે

બારડોલી વિભાગ રાજપૂત સમાજના ટ્રસ્ટી અમિષ સિંહ ચાવડાએ જણાવ્યું હતું કે, રાજ્યમાં જે રીતે ક્ષત્રિય સમાજના વિવિધ સંમેલનો થઈ રહ્યા છે. એના ભાગરૂપે આગામી 28 તારીખના રોજ રવિવારના દિવસે દક્ષિણ ગુજરાત ક્ષત્રિય સમાજનું સંમેલન બારડોલી ખાતે યોજાનાર છે. આ સંમેલનમાં હજારોની સંખ્યામાં લોકો ઉપસ્થિત રહેશે. તાજેતરમાં ભાજપ પ્રદેશ અધ્યક્ષ સી.આર પાટીલ સાથે ક્ષત્રિય સમાજના આગેવાનો કરેલી બેઠકમાં સમર્થનની જે વાત છે એ બેઠકમાં કોઈ તથ્ય નથી. લડત અમારી પ્રથમ તબ્બકાથી એ જ છે કે, જ્યાં સુધી રૂપાલાને હટાવામાં નહિ ત્યાં સુધી લડત ચાલું રહેશે.
ASMITA SANMELAN : કરણસિંહ ચાવડા, પી.ટી.જાડેજા સહિતના આગેવાનો હાજર રહેશે

ક્ષત્રિય સમાજના અસ્મિતા સંમેલનમાં રાજ્ય ક્ષત્રિય સંકલન સમિતિના પ્રવક્તા કરણસિંહ ચાવડા, પી.ટી.જાડેજા અને સંકલન સમિતિ મહિલા પ્રમુખ તૃપ્તિબા રાઓલ દ્વારા વક્તવ્ય આપવામાં આવશે. દક્ષિણ ગુજરાત ક્ષત્રિય અસ્મિતા સંમેલનમાં ભરૂચથી લઈ ને વાપી સુધી ક્ષત્રિયો હજારોની સંખ્યામાં આવનાર છે. રાજપૂત સમાજને કોઈ અગવડ ન પડે તે માટે સ્વયંસેવકની ટીમ ખડેપગે રહેશે. આ માટે તમામ તૈયારીઓ અંતિમ ઓપ આપી દેવાયો છે. ઉલ્લેખનીય છ કે, આ સંમેલન માટે ખાસ ડ્રેસ કોડ રાખવામાં આવ્યો છે. જેમાં ભાઈઓ સફેદ શર્ટ અને બ્લેક પેન્ટ સાથે માથે સાફો રાખશે. જ્યારે મહિલાઓ કેસરી સાડીમાં આવશે.
લેટેસ્ટ સમાચાર માટે અહી કલિક કરો
યુ-ટ્યુબ ચેનલમાં શોર્ટ્સ જોવા અહીં કલિક કરો
ગુજરાતના મહત્વના સમાચાર માટે અહીં ક્લિક કરો
રોમાંચક સમાચાર માટે અહીં ક્લિક કરો