ભારત પાકિસ્તાન વચ્ચે એશિયા કપની મેચ,સુરતમાં પોલીસ બંદોબસ્ત  

0
45
ભારત પાકિસ્તાન વચ્ચે એશિયા કપની મેચ,સુરતમાં પોલીસ બંદોબસ્ત
ભારત પાકિસ્તાન વચ્ચે એશિયા કપની મેચ,સુરતમાં પોલીસ બંદોબસ્ત

ભારત – પાકિસ્તાન વચ્ચે એશિયા કપની મેચ

સુરતમાં પોલીસ બંદોબસ્ત ગોઠવાયો  

અતિ સવેદનશીલ વિસ્તાર વિશેષ પેટ્રોલિંગ

ભારત પાકિસ્તાન ની મેચને લઈને સુરત શહેરમાં પણ પોલીસ બંદોબસ્ત ગોઠવાયો  છે.અનિચ્છનીય બનાવ નહીં બને તે માટે ક્રાઈમ બ્રાન્ચ એસઓજી અને સ્થાનિક પોલીસ રાઉન્ડ ઘી ક્લોક પેટ્રોલિંગ, તેમજ સીસીટીવીના માધ્યમથી ઓન ડેસ મોનિટરિંગ શરૂ કરાયું , અતિ સવેદનશીલ વિસ્તાર વિશેષ પેટ્રોલિંગ સાથે બંદોબસ્ત ગોઠવાયો  છે.

 શ્રીલંકાના કોલંબો ખાતે રમાઈ રહેલી ભારત પાકિસ્તાનની એશિયા કપની પહેલી મેચ યોજાઇ રહી છે ત્યારે સુરત શહેરમાં પણ હાઈ વોલ્ટેજ ભારત પાકિસ્તાનની મેચ ને લઈને પોલીસ કમિશનર અજય કુમાર તોમર દ્વારા વિશેષ સવેદશીલ વિસ્તારોમાં કોઈ અનિચ્છનીય બનાવ નહીં બને તે માટે રાઉન્ડ ક્લોક વિશેષ પેટ્રોલિંગ સાથે અમુક વિસ્તારોમાં બંદોબસ્ત ગોઠવી દેવામાં આવ્યો છે.ભારત પાકિસ્તાન ની મેચને લઈને લોકો આતુરતાથી રાહ જોતા હોય છે ત્યારે એશિયા કપની મેચમાં શ્રીલંકાના કોલમ્બા ખાતે પ્રેમદાસ સ્ટેડિયમમાં રમાઈ રહી છે આજે બપોરે બંને ટીમ મેદાન પર ઉતરશે ત્યારે સુરત શહેરમાં પણ વિશેષ પોલીસ બંદોબસ્ત  ક્રિકેટ મેચને લઈને ગોઠવવોને તૈયારી પોલીસ કમિશનર અજય કુમાર તોમર દ્વારા કરવામાં આવી છે તેમને રાઉન્ડી ક્લોક પેટ્રોલિંગ સાથે અલગ અલગ સવેદશીલ વિસ્તારોમાં પોલીસ બંદોબસ્ત સાથે પેટ્રોલિંગ પણ રાખવામાં આવ્યું છે અને ક્રાઈમ બ્રાન્ચ તેમજ સ્પેશિયલ ઓપરેશન ગ્રુપ અને તેમજ શહેરમાં લગાવેલા સીસીટીવીના કેમેરાથી વિશેષ મોનિટરિંગ ઓન ડેસ કંટ્રોલરૂમ દ્વારા કરવામાં આવી રહ્યું છે કોઈ અનિચ્છનીય બનાવો નહીં બને તે માટે વિશેષ તકેદારી ના ભાગરૂપે પોલીસે અલગ અલગ વિસ્તારમાં એસઆરપી અને હેડક્વાર્ટર્સની પોલીસને તૌનત કરી દેવામાં આવ્યા છે ભારત પાકિસ્તાનની મેચને લઈને ખાસ કરીને લોકો ભારે આતુરતાથી રાહ જોતા હોય છે ખાસ કરીને બપોર પછી શહેરના કેટલાક વિસ્તારો ક્રિકેટ મેચને લઈને સુમસામ થઈ જશે ઘણા સમય પછી ભારત પાકિસ્તાનની મેચ થવા જઈ રહી છે જેના કારણે પોલીસ કમિશનર પણ વિશેષ તકેદારી રાખી રહ્યા છે

વધુ સમાચાર માટે જોતા રહો વી.આર.લાઇવ

વધુ સમાચાર માટે જોતા રહો વી.આર.લાઇવ