ઉનાળાની શરૂઆત થતાજ વધતો પાણીનો કકળાટ

0
186

રાજ્યભરમાં ઉનાળાની શરૂવાત થયી ગયી છે ઉનાળો શરુ થતાની સાથેજ પાણીની સમસ્યામાં પણ વધારો થતો જાય છે જેના લીધે ઘણા જીલ્લામાં લોકોને પીવાન પાણી ની તંગી વર્તાય રહી છે ત્યારે બનાસકાંઠા જિલ્લામાં ઉનાળાની શરૂઆત થતાની સાથેજ પાણીનો કકળાટ શરૂ થઈ જતો હોય છે. આ વર્ષે બનાસકાંઠા જિલ્લાના ડીસા તાલુકાના 30થી વધુ ગામોમાં હાલ પાણીની વિકટ સમસ્યા જોવા મળી રહી છે. પાણી વગર હાલ ખેતી નહિવત છે ત્યારે મહિલાઓને પણ દૂર દૂર સુધી પાણી ભરવા જવું પડે છે. ત્યારે રાજસ્થાનમાં પણ નહીવત વરસાદના કારણે આ વર્ષે સીપુ ડેમમાં પાણીની આવક નહિવત થતા શિપુ ડેમ આધારિત ગામોમાં હાલ પાણીની વિકટ સમસ્યા ઉભી થઈ છે