Arvind Kejriwal :    અરવિંદ કેજરીવાલ ૩ દિવસ માટે CBIના રિમાન્ડ પર

0
348
Arvind Kejriwal
Arvind Kejriwal

Arvind Kejriwal :  દિલ્હી દારૂ નીતિ કૌભાંડમાં કેન્દ્રીય તપાસ એજન્સી (CBI) દ્વારા ધરપકડ કરાયેલા મુખ્યમંત્રી અરવિંદ કેજરીવાલની મુસીબતો વધી ગઈ છે. બુધવારે દિલ્હીની રાઉઝ એવન્યુ અદાલતે અરવિંદ કેજરીવાલને ત્રણ દિવસ માટે CBI રિમાન્ડમાં મોકલ્યા છે. આમ આદમી પાર્ટીના સંયોજક અરવિંદ કેજરીવાલને CBI દ્વારા 29 જૂને સાંજના 7 વાગ્યા પહેલાં ફરીથી અદાલત સમક્ષ હાજર કરવાના રહેશે. CBI એ રાઉઝ એવન્યુ અદાલતમાં અરવિંદ કેજરીવાલની પાંચ દિવસની કસ્ટડી માગી હતી, પરંતુ અદાલતે તેમને ત્રણ દિવસના રિમાન્ડ પર મોકલ્યા છે.

Arvind Kejriwal

Arvind Kejriwal :   સીબીઆઈનું પ્લાનિંગ મીડિયા સમક્ષ અમને બદનામ કરવાનું : કેજરીવાલ

Arvind Kejriwal :    કેજરીવાલે સુનાવણી દરમિયાન કોર્ટને કહ્યું હતું કે ‘મીડિયામાં સીબીઆઇના સૂત્રોના હવાલે કહેવામાં આવી રહ્યું છે કે મેં એક નિવેદનમાં સમગ્ર દોષનો ટોપલો મનીષ સિસોદિયા પર ઢોળી દીધો છે, મેં આવું કોઇ નિવેદન આપ્યું નથી કે સિસોદિયા દોષી છે કે કોઈ બીજું દોષી છે. મેં કહ્યું છે કે સિસોદિયા નિર્દોષ છે, આમ આદમી પાર્ટી નિર્દોષ છે, હું નિર્દોષ છું. સીબીઆઈનું સમગ્ર પ્લાનિંગ મીડિયા સમક્ષ અમને બદનામ કરવાનું છે. પ્લીઝ રેકોર્ડ કરો અને આ બધી વાતો સીબીઆઇ સૂત્રોના માધ્યમથી મીડિયામાં ચલાવવામાં આવે છે.’

Arvind Kejriwal

અદાલતે રિમાન્ડ સમયગાળા દરમિયાન અરવિંદ કેજરીવાલની પત્ની સુનીતા કેજરીવાલને દરરોજ 30 મિનિટ મુલાકાત લેવાની મંજૂરી આપી છે. આ ઉપરાંત, આમ આદમી પાર્ટીના નેતાને દરરોજ 30 મિનિટ માટે તેમના વકીલ સાથે વાતચીત કરવાની પરવાનગી પણ આપવામાં આવી છે. રિમાન્ડ દરમિયાન અદાલતે કેજરીવાલને તેમની નિયમિત દવાઓ અને ઘરે બનાવેલું ભોજન પૂરું પાડવાનો પણ આદેશ આપ્યો છે.

Arvind Kejriwal :    મોટું કાવતરું શોધવા કેજરીવાલની પૂછપરછ કરવી જોઈએ : CBI

કોર્ટમાં સીબીઆઇના વકીલે કહ્યું હતું કે ‘અમે તથ્યોના આધાર પર ચર્ચા કરી હતી અને કોઇપણ એજન્સીના સૂત્રોએ કંઇ પણ કહ્યું ન હતું. કેજરીવાલની કસ્ટડીની માંગ કરતી અરજીમાં સીબીઆઇએ કોર્ટને કહ્યું કે સમગ્ર મામલામાં મોટા કાવતરાને શોધી કાઢવા માટે તેમની સાથે પૂછપરછ કરવી જોઇએ. દિલ્હીના મુખ્યમંત્રીને પુરાવા અને કેસમાં આરોપી અન્ય લોકો સમક્ષ રજૂ કરવાના છે.’ 

Arvind Kejriwal :     CBIએ કોર્ટમાં શું કહ્યું?

Arvind Kejriwal


Arvind Kejriwal :    CBIએ કહ્યું કે, અમે તેમની અટકાયતમાં પૂછપરછ કરવાની જરુર છે. તેઓ એ પણ નથી ઓળખી શકતા સહ આરોપી વિજય નાયર તેમના અધીન કામ કરી રહ્યો હતો. તેમનું કહેવું છે કે વિજય નાયર આતિશી અને સૌરભ ભારદ્વાજના અધીન કામ કરતા હતા. તેઓ તમામ દોષ મનીષ સિસોદિયા પર નાખી રહ્યાં છે. તેમને સામસામે બેસાડીને પૂછપરછ થવી જોઈએ. તેમણે દસ્તાવેજ દેખાડવાની જરુર છે.

દિલ્હીના મુખ્યમંત્રી કેજરીવાલ પહેલાથી જ જ્યૂડિશિયલ કસ્ટડીમાં હતા અને તેઓ તિહાર જેલમાં બંધ હતા. ગત દિવસે CBIની એક ટીમે જેલમાં તેમની પૂછપરછ કરી હતી. આ વચ્ચે આમ આદમી પાર્ટીએ આરોપ લગાવ્યો હતો કે કેન્દ્રની સરકાર કેજરીવાલ વિરુદ્ધ ષડયંત્ર રચી રહી છે. તેમની ધરપકડ માટડે CBIએ ખોટો કેસ બનાવ્યો છે.

લેટેસ્ટ સમાચાર માટે અહી કલિક કરો

યુ-ટ્યુબ ચેનલમાં શોર્ટ્સ જોવા અહીં કલિક કરો

ગુજરાતના મહત્વના સમાચાર માટે અહીં ક્લિક કરો

રોમાંચક સમાચાર માટે અહીં ક્લિક કરો