“Arvind Kejriwal” : લિકર પોલિસી કેસમાં અરવિંદ કેજરીવાલની CBI દ્વારા ધરપકડ, કોર્ટમાં જ કેજરીવાલની તબિયત બગડી  

0
287
"Arvind Kejriwal"
"Arvind Kejriwal"

“Arvind Kejriwal” :  દિલ્હીના મુખ્યમંત્રી અરવિંદ કેજરીવાલની રાઉઝ એવન્યુ કોર્ટમાં હાજરી બાદ તેમની તબિયત બગડવાના સમાચાર સામે આવ્યા છે. સીબીઆઈએ કોર્ટમાંથી જ તેમની ધરપકડ કરી હતી અને આ પછી તેમનું શુગર લેવલ સામાન્ય કરતા ઓછું થઈ ગયું હતું, ત્યારબાદ તેમને કોર્ટ રૂમની બહાર ચા અને બિસ્કિટ માટે લઈ જવામાં આવ્યા હતા અને બીજા રૂમમાં બેસાડવામાં આવ્યા હતા.

“Arvind Kejriwal” :  સીબીઆઈ 25 જૂને રાત્રે 9 વાગ્યે તિહાર ગઈ હતી અને લિકર પોલિસીમાં ભ્રષ્ટાચાર અંગે કેજરીવાલની પૂછપરછ કરી હતી. અગાઉ, ઇડીએ 21 માર્ચે મની લોન્ડરિંગના આરોપમાં તેમની ધરપકડ કરી હતી. તે છેલ્લા 87 દિવસથી તિહારમાં બંધ છે. જોકે, તે 10 મેથી 2 જૂન સુધી 21 દિવસ માટે પેરોલ પર હતા.

“Arvind Kejriwal” :  CBIએ બુધવારે સવારે કેજરીવાલને રાઉઝ એવન્યુ કોર્ટ (ટ્રાયલ કોર્ટ)માં રજૂ કર્યા હતા, જ્યાં એજન્સીએ તેમની ધરપકડ કરી હતી. સીબીઆઈ 25 જૂને રાત્રે 9 વાગ્યે તિહાર ગઈ હતી અને લિકર પોલિસીમાં ભ્રષ્ટાચાર અંગે કેજરીવાલની પૂછપરછ કરી હતી.

"Arvind Kejriwal"

“Arvind Kejriwal” : સુપ્રીમમાં કરેલી અરજી પાછી ખેંચી

નવા કેસમાં ધરપકડ બાદ કેજરીવાલે સુપ્રીમ કોર્ટમાં દાખલ કરેલી જામીન અરજી પાછી ખેંચી લીધી હતી. મની લોન્ડરિંગ કેસમાં નીચલી કોર્ટે 20 જૂને તેમને જામીન આપ્યા હતા. તેમની સામે ED હાઈકોર્ટમાં પહોંચી હતી. 25 જૂને હાઈકોર્ટે નીચલી કોર્ટના નિર્ણયને પલટી નાખ્યો હતો. કેજરીવાલે તેની સામે સુપ્રીમ કોર્ટમાં અરજી કરી હતી.

“Arvind Kejriwal” :   CBI અને EDએ ઓગસ્ટ 2022માં કેસ નોંધ્યા હતા

"Arvind Kejriwal"


CBI અને EDએ ઓગસ્ટ 2022માં દિલ્હી લિકર પોલિસી મામલે કથિત અનિયમિતતાઓ અંગે કેસ નોંધ્યા હતા. EDએ કેજરીવાલની 21 માર્ચે લિકર પોલિસી કેસમાં તેમના ઘરેથી ધરપકડ કરી હતી. તેમને 1 એપ્રિલે તિહાર મોકલવામાં આવ્યા હતા. 25 જૂને કેજરીવાલે તિહારમાં 87 દિવસ પૂરા કર્યા.

લેટેસ્ટ સમાચાર માટે અહી કલિક કરો

યુ-ટ્યુબ ચેનલમાં શોર્ટ્સ જોવા અહીં કલિક કરો

ગુજરાતના મહત્વના સમાચાર માટે અહીં ક્લિક કરો

રોમાંચક સમાચાર માટે અહીં ક્લિક કરો