ArunachalPradesh & Sikkim : અરુણાચલ પ્રદેશ અને સિક્કિમમાં વિધાનસભા ચૂંટણીના પરિણામ આજે સામે આવી રહ્યા છે. અત્યારે બંને રાજ્યોમાં મતગણતરી ચાલી રહી છે. સિક્કિમમાં હાલ સામે આવેલા આંકડા મુજબ સિક્કિમ ક્રાંતિકારી મોરચાને બહુમતી મળી ગઈ છે. બીજીબાજુ અરુણાચલ પ્રદેશમાં પણ ભાજપ આગળ છે.
ArunachalPradesh & Sikkim : સિક્કિમમાં વિપક્ષના સુપડા સાફ
સિક્કિમ વિધાનસભા ચૂંટણી માટે રવિવારે મતગણતરી હાથ ધરવામાં આવી હતી. ચૂંટણી પંચના ડેટા અનુસાર, સિક્કિમ ક્રાંતિકારી મોરચા ફરી એકવાર રાજ્યમાં ભારે બહુમતી સાથે સત્તામાં પરત ફર્યા છે. પાર્ટીના વડા અને રાજ્યના વર્તમાન મુખ્ય પ્રધાન પ્રેમ સિંહ તમંગે રેનોક અને સોરેંગ-ચાકુંગ બેઠકો પરથી વિધાનસભા ચૂંટણી લડી હતી અને બંને બેઠકો જીતી હતી. ચૂંટણી પંચના ડેટા મુજબ સિક્કિમમાં સત્તારૂઢ એસકેએમના વાવાઝોડાને કારણે વિપક્ષનો સંપૂર્ણ સફાયો થઈ ગયો છે.
ArunachalPradesh & Sikkim : પ્રેમ સિંહ તમંકના નેતૃત્વમાં સિક્કિમ ક્રાંતિકારી મોરચાએ રાજ્યની 32 વિધાનસભા બેઠકોમાંથી 31 બેઠકો જીતી છે. પરંતુ SKMના આ વાવાઝોડામાં વિપક્ષના એક ઉમેદવાર એવા હતા જે બહાદુરીથી લડ્યા અને જીત્યા પણ. તે નેતાનું નામ તેનઝિંગ નોર્બુ લામથા છે, જે શ્યારી વિધાનસભા બેઠક પરથી સિક્કિમ ડેમોક્રેટિક ફ્રન્ટના ઉમેદવાર હતા. તેનઝિંગે તેમના નજીકના હરીફ સિક્કિમ ક્રાંતિકારી મોરચાના કુંગા નીમા લેપ્ચાને 1314 મતોના માર્જિનથી હરાવ્યા હતા. તેઓ એક સામાજિક કાર્યકર છે. તેમણે સામાજિક કાર્ય માટે રાજ્ય સરકારની નોકરીમાંથી રાજીનામું આપ્યું હતું.
ArunachalPradesh & Sikkim : અરુણાચલ પ્રદેશમાં ફરીવાર ભાજપને બહુમત
ArunachalPradesh & Sikkim : અરુણાચલ પ્રદેશની અરુણાચલ પ્રદેશની ચૂંટણી માટે પણ રવિવારે સવારે મતગણતરી શરૂ થઈ હતી. અરુણાચલમાં સત્તારૂઢ ભાજપે 60 સભ્યોની વિધાનસભામાં 10 બેઠકો બિનહરીફ જીતી લીધી છે. અરુણાચલ પ્રદેશમાં ભાજપે અત્યાર સુધી 24 સીટો જીતી છે અને 22 સીટો પર આગળ છે. એક રીતે ભાજપે અરુણાચલમાં કબજો જમાવ્યો છે. NPP 4 સીટો પર આગળ છે અને એક સીટ જીતી છે.
તમને જણાવી દઈએ કે અરુણાચલમાં 60 અને સિક્કિમમાં 32 વિધાનસભા સીટો છે. 2019માં ભાજપે અરુણાચલમાં 42 બેઠકો જીતીને સરકાર બનાવી હતી. તેમજ, સિક્કિમની 32 બેઠકોમાંથી, સિક્કિમ ક્રાંતિ પાર્ટી (SKM) 32 માંથી 17 બેઠકો સાથે સત્તામાં છે.
લેટેસ્ટ સમાચાર માટે અહી કલિક કરો
યુ-ટ્યુબ ચેનલમાં શોર્ટ્સ જોવા અહીં કલિક કરો
ગુજરાતના મહત્વના સમાચાર માટે અહીં ક્લિક કરો
રોમાંચક સમાચાર માટે અહીં ક્લિક કરો