Arunachal Election :  અરુણાચલ અને સિક્કિમ વિધાનસભાની મત ગણતરીની તારીખમાં કરાયો ફેરફાર ! જાણો કારણ

0
64
Arunachal Election
Arunachal Election

Arunachal Election : અત્યારે  દેશમાં ચૂંટણીનો પવન ફૂંકાઈ રહ્યો છે. ચૂંટણી પંચે ચૂંટણીની તારીખ પણ જાહેર કરી દીધી છે. આ દરમિયાન એક મોટી માહિતી સામે આવી છે. અરુણાચલ અને સિક્કિમ વિધાનસભાની મત ગણતરીની તારીખમાં ફેરફાર કરવામાં આવ્યો છે. હવે અહીં 2 જૂને મતગણતરી થશે. આ અંગે ચૂંટણી પંચે એક જાહેરનામું પણ બહાર પાડ્યું છે. જેમાં પંચે કહ્યું છે કે બંને રાજ્યોમાં વિધાનસભાનો કાર્યકાળ 2 જૂને સમાપ્ત થઈ રહ્યો છે, તેથી આ પગલું લેવામાં આવ્યું છે.

Arunachal Election

નોંધનીય છે કે આ પહેલા ચૂંટણી પંચે લોકસભા ચૂંટણીની સાથે ચાર રાજ્યોમાં વિધાનસભા ચૂંટણીની જાહેરાત કરી હતી. પંચે કહ્યું હતું કે અરુણાચલ પ્રદેશ, સિક્કિમ અને આંધ્ર પ્રદેશમાં એક તબક્કામાં મતદાન થશે, જ્યારે ઓડિશામાં વિધાનસભાની ચૂંટણી ચાર તબક્કામાં યોજાશે. હવે ચૂંટણી પંચે સિક્કિમ અને અરુણાચલ પ્રદેશ વિધાનસભા ચૂંટણી માટે મત ગણતરીની તારીખોમાં ફેરફાર કર્યો છે.

Arunachal Election  : અરુણાચલ પ્રદેશ વિધાનસભા ચૂંટણીની તારીખની જાહેરાત

Arunachal Election

Arunachal Election  : અરુણાચલ પ્રદેશ વિધાનસભા ચૂંટણી માટે નોટિફિકેશન 20 માર્ચ 2024ના રોજ બહાર પાડવામાં આવશે. નોમિનેશન માટેની છેલ્લી તારીખ 27 માર્ચ 2024 રહેશે. નામાંકન પરત ખેંચવાની છેલ્લી તારીખ 30 માર્ચ 2024 રહેશે અને મતદાન 19 એપ્રિલ 2024ના રોજ થશે. મતગણતરી 2 જૂન, 2024ના રોજ થશે. અરુણાચલ પ્રદેશની 60 સીટો પર એક જ તબક્કામાં ચૂંટણી યોજાશે. નોંધનીય છે કે આ પહેલા પંચે રાજ્ય વિધાનસભા ચૂંટણી માટે મત ગણતરીની તારીખ 4 જૂન નક્કી કરી હતી.

Arunachal Election  : સિક્કિમ વિધાનસભા ચૂંટણી માટે 19 એપ્રિલે મતદાન

Arunachal Election

સિક્કિમ વિધાનસભાની તમામ 32 બેઠકો માટે એક તબક્કામાં મતદાન થશે. સિક્કિમ ચૂંટણી માટે નોટિફિકેશન તારીખ 20 માર્ચ 2024 છે. નામાંકન માટેની છેલ્લી તારીખ 27 માર્ચ 2024 છે, નામાંકન પાછું ખેંચવાની છેલ્લી તારીખ 30 માર્ચ 2024 છે અને મતદાનની તારીખ 19 એપ્રિલ 2024 છે. હવે અહીં પણ 2 જૂન, 2024ના રોજ મત ગણતરી થશે.

લેટેસ્ટ સમાચાર માટે અહી કલિક કરો

યુ-ટ્યુબ ચેનલમાં શોર્ટ્સ જોવા અહીં કલિક કરો

ગુજરાતના મહત્વના સમાચાર માટે અહીં ક્લિક કરો

રોમાંચક સમાચાર માટે અહીં ક્લિક કરો