Ariha Shah Issue :જર્મનીના ચાન્સલર બે દિવસની ભારત મુલાકાતે, PM મોદી સાથે બેઠકમાં અરિહા શાહનો સંવેદનશીલ મુદ્દો ઉઠાવ્યો

0
125
Ariha Shah
Ariha Shah

Ariha Shah Issue :જર્મનીના ચાન્સલર બે દિવસની સત્તાવાર ભારત મુલાકાતે આવ્યા છે. આ મુલાકાત દરમિયાન ભારત અને જર્મની વચ્ચે દ્વિપક્ષીય સંબંધોને વધુ મજબૂત બનાવવા અંગે મહત્વપૂર્ણ ચર્ચાઓ યોજાઈ. આ સાથે જ જર્મનીના ફોસ્ટર કેરમાં રહેલી ભારતીય નાની બાળકી અરિહા શાહનો સંવેદનશીલ મુદ્દો પણ ઉચ્ચ સ્તરે ઉઠાવવામાં આવ્યો.

Ariha Shah Issue

Ariha Shah Issue : PM મોદી અને જર્મન ચાન્સલર વચ્ચે મહત્વપૂર્ણ વાતચીત

વિદેશ મંત્રાલયના જણાવ્યા અનુસાર, વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ વ્યક્તિગત રીતે જર્મનીના ચાન્સલર સાથે અરિહા શાહના મુદ્દે ચર્ચા કરી. આ વાતચીત દરમિયાન ભારત સરકારે સ્પષ્ટ રીતે પોતાની લાગણી અને ચિંતા રજૂ કરી હતી.

Ariha Shah Issue : ભારત સરકારના તમામ પ્રયાસો ચાલુ

Ariha Shah Issue

વિદેશ મંત્રાલયના પ્રવક્તા વિક્રમ મિસરીએ મીડિયા બ્રીફિંગમાં જણાવ્યું કે,

“ભારત સરકાર અરિહા શાહને વતન પરત લાવવા માટે તમામ શક્ય રાજદ્વારી અને કાનૂની પ્રયાસો કરી રહી છે.”

મંત્રાલયે વધુમાં જણાવ્યું કે ભારત સરકાર આ મુદ્દે જર્મન સત્તાવાળાઓ સાથે સતત સંપર્કમાં છે અને ભારતની દીકરીને તેના પરિવાર સાથે ફરી મિલાવવા માટે સંપૂર્ણ પ્રતિબદ્ધ છે.

Ariha Shah Issue : દેશભરમાં ઉઠ્યો અરિહા માટે અવાજ

ઉલ્લેખનીય છે કે જર્મનીના ફોસ્ટર કેરમાં રહેલી અરિહા શાહને ભારત પરત લાવવા માટે હવે દેશભરમાંથી અવાજ ઉઠી રહ્યો છે. તાજેતરમાં સોશિયલ મીડિયા પર એક ભાવુક વીડિયો વાયરલ થયો છે, જેમાં મોટી સંખ્યામાં બાળકો એકત્ર થઈને અરિહાની વતન વાપસી માટે ભારત અને જર્મન સરકારને અપીલ કરી રહ્યા છે.

આ વીડિયોએ સમગ્ર દેશમાં સંવેદના, લાગણી અને ચિંતા જગાવી છે.

Ariha Shah Issue

માત્ર એક પરિવાર નહીં, સમગ્ર દેશનો મુદ્દો

અરિહા શાહનો મુદ્દો હવે માત્ર એક પરિવારનો નથી રહ્યો, પરંતુ સમગ્ર દેશની લાગણી સાથે જોડાયેલો બની ગયો છે. લોકો સરકાર પાસેથી ઝડપી અને સકારાત્મક પગલાંની અપેક્ષા રાખી રહ્યા છે.

 સકારાત્મક પરિણામની આશા

વિદેશ મંત્રાલયે જણાવ્યું છે કે ઉચ્ચ સ્તરે થયેલી વાતચીત બાદ આશા વ્યક્ત કરવામાં આવી રહી છે કે રાજદ્વારી પ્રયાસો સકારાત્મક પરિણામ લાવશે અને જલ્દી જ અરિહા શાહ ભારત પરત ફરશે.

આ પણ વાંચો :PM Modi in Ahmedabad:જર્મન ચાન્સેલર અને PM મોદીએ લીધી સાબરમતી આશ્રમની મુલાકાત, અમદાવાદ રિવરફ્રન્ટ પર ઈન્ટરનેશનલ કાઈટ ફેસ્ટિવલનો ભવ્ય પ્રારંભ