AR RAHMAN SORRY : વિવાદ વધી જતાં રહેમાને સોશિયલ મીડિયા પર સ્પષ્ટતા આપી હતી. સુશાંતની ફિલ્મથી પ્રેરિત છે રજનીની ફિલ્મ
ઓસ્કાર એવોર્ડ વિજેતા સંગીતકાર એઆર રહેમાને તાજેતરમાં જ તેમના એક ગીતમાં આર્ટિફિશિયલ ઈન્ટેલિજન્સ (AI)નો ઉપયોગ કર્યો છે. આ ગીતનું શીર્ષક ‘થિમિરી યેહુદા’ છે, જેનો ઉપયોગ રજનીકાંતની ફિલ્મ ‘લાલ સલામ’માં કરવામાં આવ્યો છે. ગીતમાં, રહેમાને દક્ષિણના બે દિવંગત સિંગર શાહુલ હમીદ અને બમ્બા બક્યાના અવાજનો ઉપયોગ AI વડે કર્યો છે.
રહેમાને સોશિયલ મીડિયા પર સ્પષ્ટતા કરી
આ ગીત રિલીઝ થયા બાદ સોશિયલ મીડિયા પર તેની ચર્ચા શરૂ થઈ ગઈ છે. જ્યારે કેટલાક લોકો આને અદ્યતન ટેકનોલોજીના લાભ તરીકે જોઈ રહ્યા છે, તો કેટલાક કહી રહ્યા છે કે આમ કરવું અનૈતિક છે. હવે રહેમાને આ ગીત પર પોતાનો ખુલાસો કર્યો છે. રહેમાને કહ્યું કે આર્ટિફિશિયલ ઈન્ટેલિજન્સ દ્વારા બંને દિગ્ગજ ગાયકોના અવાજનો ઉપયોગ કરતા પહેલા તેણે તેમના પરિવારના સભ્યોની પરવાનગી લીધી હતી.
રહેમાને ટ્વીટમાં લખ્યું, ‘અમે બંને દિવંગત ગાયકોના પરિવારજનો પાસેથી તેમના અવાજના અલ્ગોરિધમનો ઉપયોગ કરવાની પરવાનગી લીધી છે. જેનું પેમેન્ટ પણ પરિવારોને મોકલવામાં આવ્યું હતું.. જો આપણે ટેક્નોલોજીનો યોગ્ય ઉપયોગ કરીએ તો તે કોઈ ખતરો કે અવરોધ નથી… #Respect #Nostalgia.
AR RAHMAN SORRY : બંબા બક્યાએ રહેમાન સાથે કામ કર્યું હતું
તમને જણાવી દઈએ કે ગાયક બંબા બક્યાએ રહેમાન સાથે ઘણા ગીતો પર કામ કર્યું હતું. 2022માં કાર્ડિયાક અરેસ્ટને કારણે તેમનું અવસાન થયું હતું. શાહુલ હમીદનું 1997માં ચેન્નાઈ નજીક કાર અકસ્માતમાં મૃત્યુ થયું હતું.
‘લાલ સલામ’ 9 ફેબ્રુઆરીએ રિલીઝ થશે
રજનીકાંત ફિલ્મ ‘લાલ સલામ’માં એક્સટેંડેડ કેમિયોમાં જોવા મળશે. તેનું નિર્દેશન રજનીકાંતની પુત્રી ઐશ્વર્યા રજનીકાંતે કર્યું છે. આ સ્પોર્ટ્સ એક્શન ડ્રામા ફિલ્મમાં વિષ્ણુ વિશાલ અને વિક્રાંત મુખ્ય ભૂમિકામાં જોવા મળશે. પહેલા આ ફિલ્મ 2024ના પોંગલ પર રિલીઝ થવાની હતી પરંતુ હવે તે 9 ફેબ્રુઆરીએ રિલીઝ થવાની છે.
ફિલ્મના ટીઝર વિશે
સાઉથ સુપરસ્ટાર રજનીકાંતની આગામી ફિલ્મ ‘લાલ સલામ’નું ટીઝર દિવાળી પર રિલીઝ કરવામાં આવ્યું. રજનીકાંત આ સ્પોર્ટ્સ-ડ્રામા ફિલ્મ દ્વારા ખૂબ જ ખાસ સંદેશ આપતા જોવા મળશે. ફિલ્મની વાર્તા બે મિત્રોની આસપાસ વણાયેલી છે, જેઓ એક સમયે સાથે ક્રિકેટ રમતા હતા. અચાનક એક દિવસ તેમની વચ્ચે ધર્મની દિવાલ આવી જાય છે.
તે માત્ર એક રમત નથી, એક યુદ્ધ છે
બે મિનિટનું આ ટીઝર ક્રિકેટના મેદાનથી શરૂ થાય છે જ્યાં મેચ ચાલી રહી છે. કોમેન્ટેટર જાહેરાત કરે છે કે આ માત્ર એક રમત નથી, તે એક યુદ્ધ છે. મેચની વચ્ચે રમખાણો ફાટી નીકળે છે અને ક્રિકેટરો એકબીજા સાથ લડતા જોવા મળે છે.
રજની લોકોને જોડતા જોવા મળશે
ફિલ્મમાં રજનીકાંત ધર્મની આ લડાઈને ઉકેલતા જોવા મળશે. આમાં તે મોઈદીનભાઈનું પાત્ર ભજવી રહ્યા છે જે સમાજને એક કરવાના પ્રયાસ કરતા જોવા મળે છે.
ટીઝરમાં રજનીકાંત કારમાં ભવ્ય એન્ટ્રી કરે છે અને ગુંડાઓને મારે છે. ટીઝરમાં તેમનો એક ડાયલોગ પણ છે જેમાં તેઓ કહે છે, ‘તમે સ્પોર્ટ્સ સાથે ધર્મને ભેળવી દીધો છે. તમે લોકોના મનમાં ઝેર ભરી દીધું છે.’
સુંશાંતની ફિલ્મથી પ્રેરિત છે રજનીની ફિલ્મ
ફિલ્મમાં રજનીકાંતનો એકસ્ટેંડેડ કેમિયો છે. તેનું નિર્દેશન રજનીકાંતની પુત્રી ઐશ્વર્યા રજનીકાંતે કર્યું છે. ફિલ્મનું ટીઝર જોઈને અનુમાન લગાવી શકાય છે કે તે સુશાંત સિંહ રાજપૂત સ્ટારર ‘કાઈ પો છે’ થી પ્રેરિત છે. તે ફિલ્મની વાર્તા પણ ક્રિકેટ અને કોમી રમખાણોની આસપાસ વણાયેલી હતી.
વધુ સમાચાર માટે – અહી કલિક કરો, YouTube શોર્ટ્સ માટે – અહી કિલક કરો અને હિંદી સમાચાર વાંચવા – અહી ક્લિક કરો