મંગળવારના રોજ વડાપ્રધાન નરેન્દ્ર મોદી એ 70,૧૨૬ યુવાનોને નિમણૂંક પત્ર આપ્યા છે. આ કાર્યક્રમમાં વડાપ્રધાને સૌને સંબોધન કર્યું હતું. સંબોધન દરમિયાન વડાપ્રધાન નરેન્દ્ર મોદી એ કહ્યું કે આજે 70 હજારથી વધુ યુવાનોને નિમણૂંક પત્ર આપવામાં આવ્યા છે. રોજગાર મેળો એનડીએ-ભાજપની ઓળખ છે. ભારતમાં આજે નિર્ણાયક સરકાર છે. સાથે જ આજે રાજકીય સ્થિરતા પણ જોવા મળે છે. રાજકીય ભ્રષ્ટાચાર, સરકારી યોજનાઓમાં વિસંગતતાઓ અને જાહેર ભંડોળનો દુરુપયોગ અગાઉની સરકારોના સમાનાર્થી હતા. આપને જણાવી દઈએ કે આ કાર્યક્રમમાં વડાપ્રધાન નરેન્દ્ર મોદી વર્ચ્યુઅલી ઉપસ્થિત રહ્યા હતા.
રોજગાર મેળો આજે ભાજપ અને એનડીએની ઓળખ બની : વડાપ્રધાન નરેન્દ્ર મોદી
વડાપ્રધાને આ કાર્યક્રમ દરમિયાન કહ્યું કે આજે રોજગાર મેળાએ એનડીએ અને ભાજપ સરકારની ઓળખ છે. મને ખુશી થઇ રહી છે કે ભાજપ સરકારના સમયમાં અવારનવાર આવા રોજગાર મેળાનું સતત આયોજન કરી રહી છે. આ સમય એવો છે જયારે લોકોને સરકાર દ્વારા સરકારી નોકરી આપવામાં આવી રહી છે. જે લોકો સરકારી નોકરીમાં આવી રહ્યા છે જે ખુબ જ મહત્વપૂર્ણ છે. આવનારા 25 વર્ષમાં ભારત વિકસિત રાષ્ટ્ર બની જશે.જેના પર સરકાર દ્વારા સતત કાર્ય કરવામાં આવી રહ્યું છે.
કરોડો યુવાનનોને મુદ્રા યોજના બની મદદરૂપ : વડાપ્રધાન નરેન્દ્ર મોદી
આજના સમયમાં મુદ્રા યોજના થકી કરોરો લોકોને મદદ મળી રહી છે. યુવાનોની ક્ષમતા વધારો થઇ રહ્યો છે. સરકાર અવારનવાર લોકોને નોકરી આપવામાં આવી રહી છે.આત્મનિર્ભર યોજના થકી આજે લોકોને રોજગારી મળી રહી છે . સ્ટાર્ટઅપને સરકાર દ્વારા સતત પ્રોત્સાહન મળી રહ્યું છે.
ભારત અર્થવ્યવસ્થાને નવા સ્તરે લઈ જઈ રહ્યું છે : વડાપ્રધાન નરેન્દ્ર મોદી
વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ વધુમાં કહ્યું કે આજે વિશ્વના દેશો આપણી વિકાસયાત્રામાં આપણી સાથે ચાલવા માટે તૈયાર છે. આપણે સતત મુશ્કેલીઓનો સામનો કરી રહ્યા છે છત્તા પણ આપણે આપણી અર્થવ્યવસ્થામાં સ્થિરતા ટકાવી રાખી છે. વિશ્વની મોટી કંપનીઓ ભારતમાં ઉત્પાદન માટે આવી રહી છે.આ પહેલા પણ યોજાયેલા રોજગાર મેળામાં ઘણા લોકોને નિમણૂંક પત્ર એનાયત કરવામાં આવ્યા છે . સૌને રાજગારી મળી રહે તે માટે સરકાર દ્વારા સતત પ્રયત્નો કરવામાં આવી રહ્યા છે.
બિપોરજોય વાવાઝોડા અંગે માહિતી મેળવવા માટે જોતા રહ્યો અમારી વેબસાઇટ
વીઆર લાઈવ ન્યુઝ ચેનલના Youtube & Facebook પેજ પર મેળવો તાજા સમાચારોની માહિતી