Apple iPhone 15 લોન્ચ થતાની સાથે જ એપલના ચાહકો ફોન લેવા માટે મોટી કતારમાં લાગી ગયા હતા, પરંતુ Apple iPhone 15 માં અનેક સમસ્યાઓ જોવા મળી રહી છે. ત્યારે એપલે જણાવ્યું છે કે તેણે કેટલીક સમસ્યાઓ શોધી છે જેના એક કારણ નવા iPhones અપેક્ષા કરતાં વધુ ગરમ થઈ રહ્યો છે, તે ઉપરાંત iOS 17 સૉફ્ટવેરમાં બગ પણ જોવા મળ્યા છે, જે આગામી અપડેટમાં ઠીક કરવામાં આવશે.
નવા ફોન ખૂબ ગરમ થવાની ફરિયાદોને પગલે, Apple એ જણાવ્યું કે, “બેકગ્રાઉન્ડમાં અનેક પ્રોગ્રામ અપડેટ તેમજ વધારાની પ્રવૃત્તિને કારણે ફોનને સેટ કર્યા પછી અથવા અપડેટ કર્યા પછી શરૂઆતના થોડા દિવસો માટે ફોન થોડો ગરમ અનુભવી શકે છે.”
વધુમાં એપલે જણાવ્યું કે “અન્ય સમસ્યામાં થર્ડ-પાર્ટી એપ્લિકેશનના કેટલાક તાજેતરના અપડેટ્સને કારણે સમસ્યામાં વધારો થયો છે, આ થર્ડ-પાર્ટી એપ્લિકેશનના કારણે ફોનની સિસ્ટમ ઓવરલોડ થાય છે,” તેમણે કહ્યું કે તેઓ એપ ડેવલપર્સ સાથે એવા સુધારાઓ પર કામ કરી રહ્યા છે.
થર્ડ-પાર્ટી એપ્લિકેશનો જે મુખ્ય સમસ્યાનું કારણ બની રહી છે તેમાં game Asphalt 9નો સમાવેશ થાય છે, આ ઉપરાંત મેટાના ઇન્સ્ટાગ્રામ, ઉબેર કંપની પણ આઈફોનમાં કેટલીક સમસ્યાઓ ઉભી કરી રહી છે. ઇન્સ્ટાગ્રામે 27 સપ્ટેમ્બરે તેની એપ્લિકેશન સાથેની સમસ્યાને પહેલાથી જ ઠીક કરી દીધી હતી. આગામી iOS 17 બગને શોધીને ફિક્સ કરવામાં આવી છે, તે આઇફોનના ઓવેર-હિટીંગ જેવી સમસ્યાઓથી આઈફોનના પ્રદર્શનને બગાડશે નહીં.
ક્યુપરટિનો કેલિફોર્નિયાના મુખ્યમથકની કંપનીએ જણાવ્યું હતું કે, iPhone 15 Pro અને Pro Max ડિઝાઈનને કારણે નહીં, પરંતુ નવા ટાઈટેનિયમ શેલના કારણે વધારે ગરમ થઇ રહ્યો છે. અગાઉના સ્ટેનલેસ સ્ટીલ મોડલ્સ કરતાં ટાઈટેનિયમ શેલ વધુ ગરમીનું વિસર્જન કરે છે. જોકે, Apple એ એમ પણ કહ્યું કે આ મુદ્દો સલામતી અથવા ઈજાનું જોખમ ઉભું થતું નથી. તેમજ ફોનના લાંબા ગાળાના પ્રદર્શન પર પણ અસર કરશે નહીં.
દેશ – દુનિયાના વધુ સમાચાર માટે – કલિક કરો અહી –
દેશમાં કોરોના એ ફરી માથુ ઉંચક્યુ,24 કલાકમાં કોરોનાના 56 કેસ નોંધાયા
એક્ટરના આરોપ પર ‘સેન્સર બોર્ડ’ નો જવાબ : “ભ્રષ્ટાચાર પ્રત્યે ઝીરો ટોલરન્સ”
POCSO : સહમતિની વય 18 થી ઘટાડીને 16 વર્ષ કરવા પર લો કમિશન અસંમત
ઓક્ટોબરમાં નવા નિયમો લાગુ : 5 ફેરફારોની સીધી અસર તમારા ખિસ્સા પર પડશે
હોમ લોન માટે પ્રોસેસિંગ ફી : કઈ ટોચની બેંક લે છે કેટલો ચાર્જ..? તપાસો