હરિયાણાના નૂહમાં 28 ઓગસ્ટે ફરીથી શોભાયાત્રા

0
78
હરિયાણાના નૂહમાં 28 ઓગસ્ટે ફરીથી શોભાયાત્રા
હરિયાણાના નૂહમાં 28 ઓગસ્ટે ફરીથી શોભાયાત્રા

હરિયાણાના નૂહમાં 28 ઓગસ્ટે ફરીથી શોભાયાત્રા

 તંત્રનો 4 દિવસ માટે ઈન્ટરનેટ બંધ કરવાનો નિર્ણય

કોલિંગ સેવા કાર્યરત રહેશે 

29 ઓગસ્ટ સુધી ઈન્ટરનેટ સેવા બંધ

હરિયાણાના નૂહમાં 28 ઓગસ્ટે ફરીથી શોભાયાત્રા યોજાવવાની છે.જેના પગલે  તંત્ર દ્વારા  4 દિવસ માટે ઈન્ટરનેટ બંધ કરવાનો નિર્ણય છે.નૂહને અડીને આવેલા પલવલના પોંડરી ગામમાં ઘણા હિન્દુ સંગઠનો દ્વારા બોલાવાયેલ મહાપંકચયતના નૂહના નલ્હાર મંદિરથી ફરીથી શોભાયાત્રા કાઢવાનો નિર્ણય લેવાયો હતો હરિયાણાના નૂહમાં હિંસા બાદ ફરીથી બ્રજમંડળનું સરઘસ કાઢવાની તૈયારીઓ ચાલી રહી છે. મળતી માહિતી મુજબ હિન્દુ સંગઠન બ્રજમંડળ 28 ઓગસ્ટે શોભાયાત્રા કાઢશે. જોકે વહીવટી તંત્ર દ્વારા આ શોભાયાત્રાને મંજૂરી આપવામાં આવી નથી. પ્રશાસને કોઈપણ પ્રકારની હિંસા અને અપ્રિય ઘટનાને ટાળવા માટે 25 થી 29 ઓગસ્ટ સુધી ઈન્ટરનેટ સેવા અને બલ્ક એસએમએસ પર પ્રતિબંધ મૂક્યો છે. આ દરમિયાન માત્ર કોલિંગ સેવા કાર્યરત રહેશે

નુહ જિલ્લામાં, ડીસીએ 29 ઓગસ્ટ સુધી ઈન્ટરનેટ સેવા અને બલ્ક એસએમએસ બંધ રાખવા માટે હરિયાણાના ગૃહ વિભાગ, પંચકુલાના અધિક મુખ્ય સચિવને પત્ર લખ્યો છે. ડીસીએ કહ્યું છે કે 29 ઓગસ્ટ સુધી તમામ ઈન્ટરનેટ સેવાઓ બંધ કરી દેવી જોઈએ, જેથી કોઈ ભડકાઉ પોસ્ટ કે ભ્રામક પ્રચાર વાયરલ ન થઈ શકે. 13 ઓગસ્ટના રોજ, નૂહને અડીને આવેલા પલવલના પોંડરી ગામમાં ઘણા હિન્દુ સંગઠનો દ્વારા બોલાવવામાં આવેલી મહાપંચાયતમાં, નૂહના નલ્હાર મંદિરથી ફરીથી આ શોભાયાત્રા કાઢવાનો નિર્ણ લેવામાં આવ્યો હતો

વધુ સમાચાર માટે જોતા રહો વી.આર.લાઇવ

સતત સમાચાર માટે જોતા રહો અમારી વેબ સાઈટ