આઈપીએલ મેચનો અનેરો ઉત્સાહ

0
69

અમદાવાદમાં તૈયારીઓ પૂર જોશમાં

IPL 2023નો આજથી પ્રારંભ થશે. અમદાવાદ નરેન્દ્ર મોદી સ્ટેડિયમમાં રમાનાર IPLની પહેલી મેચને લઈ અમદાવાદીઓ સહિત ક્રિકેટરસિકોમાં ભારે ઉત્સાહની લાગણી છે. જોકે આ બધાની વચ્ચે અમદાવાદીઓ માટે મોટા સમાચાર સામે આવ્યા છે. વાત જાણે એમ છે કે, IPLની પ્રથમ મેચ માટે પ્રેક્ષકોને સ્ટેડિયમ પહોંચાડવા અને પાછા લાવવા રાત્રે 2:30 વાગ્યા સુધી મેટ્રો દોડાવાશે. આ સાથે BRTSની 74 બસ રાત્રે 12 વાગ્યા સુધી અને AMTSની 91 બસ રાત્રે 1.30 વાગ્યા સુધી દોડાવાનું નક્કી કરાયું છે. દર 8થી 10 મિનિટે સ્ટેડિયમથી બસ મળશે. IPL 2023ની ઓપનિંગ સેરેમનીમાં બોલિવૂડની ઘણી હસ્તીઓ પરફોર્મ કરવા જઈ રહી છે. બોલિવૂડ સુપરસ્ટાર કેટરિના કૈફ, ટાઈગર શ્રોફ, સિંગર અરિજિત સિંહ ટૂર્નામેન્ટની ઓપનિંગ સેરેમનીમાં રંગ જમાવશે. આ સિવાય સાઉથ સિનેમાની સુપરસ્ટાર રશ્મિકા મંદાના અને તમન્ના ભાટિયા પણ તેમને ખૂબ જ સારી રીતે સપોર્ટ કરશે.