અમદાવાદ ઇન્ટરનેશનલ સ્કૂલનો વધુ એક વિવાદ

0
331

FRCની મંજૂરી વગર વધારાની ફી ઉઘરાવવા મામલે વાલીઓમાં વિરોધ

વાલીઓએ DEOને ફરિયાદ કરી

અમદાવાદના બોડકદેવ વિસ્તારમાં આવેલી અમદાવાદ ઇન્ટરનેશનલ સ્કૂલનો વધુ એક વિવાદ સામે આવ્યો છે. અમદાવાદ ઇન્ટરનેશનલ સ્કૂલ દ્વારા બેફામ FRCની મંજૂરી વગર વધારાની ફી ઉઘરાવવા મામલે વાલીઓમાં વિરોધ જોવા મળી રહ્યો છે. આ મામલે વાલીઓએ DEOને ફરિયાદ કરી છે. વધારાની એક્ટિવિટીના નામે FRCની મંજૂરી વિના ફી લેવા મામલે ફરિયાદ દાખલ કરી છે. વાલીઓએ આક્ષેપ કર્યો છે કે, “સ્કૂલ બેફામ ફી વસૂલી રહી છે, જે બાળક વધારાની ફી ભરે તેને અલગ વર્ગમાં બેસાડી અલગથી શાળા અભ્યાસ કરાવવામાં આવે છે.”