Another Bronze : પેરિસ ઓલિમ્પિકમાંથી ભારત માટે વધુ એક સારા સમાચાર સામે આવ્યા છે, ભારતે વધુ એક મેડલ પોતાના નામે કર્યો છે, સ્વપ્નિલ કુસાલેએ ભારતને ત્રીજો મેડલ અપાવ્યો છે. તેણે પુરુષોની 50 મીટર રાઈફલ 3 પોઝિશનમાં ભારત માટે બ્રોન્ઝ મેડલ જીત્યો છે. કુસલે 451.4 સ્કોર કરીને ત્રીજા ક્રમે રહ્યો. આ સાથે જ યુક્રેનના સિરહી કુલીશે 461.3ના સ્કોર સાથે સિલ્વર જીત્યો હતો.
Another Bronze : ભારતે કુલ ત્રણ મેડલ જીત્યા છે. ત્રણેય મેડલ શૂટિંગમાં આવ્યા છે. સ્વપ્નિલ પહેલા મનુ ભાકરે મહિલાઓની 10 મીટર એર પિસ્તોલ સ્પર્ધામાં બ્રોન્ઝ જીત્યો હતો. આ પહેલા મનુએ સરબજોત સાથે મળીને 10 મીટર એર પિસ્તોલ મિક્સ્ડ ઈવેન્ટમાં પણ બ્રોન્ઝ જીત્યો હતો.
Another Bronze : ભારતના સ્વપ્નિલ કુસલેએ ઈતિહાસ રચ્યો છે. સ્વપ્નીલે મેન્સ 50 મીટર રાઈફલ થ્રી પોઝિશન શૂટિંગમાં બ્રોન્ઝ મેડલ જીત્યો હતો. પ્રથમ વખત કોઈ ભારતીય શૂટરે ઓલિમ્પિકની 50 મીટર રાઈફલ થ્રી પોઝિશન ઈવેન્ટમાં મેડલ જીત્યો છે. વર્તમાન ઓલિમ્પિક ગેમ્સમાં ભારતનો આ ત્રીજો મેડલ હતો. આ પહેલા ભારતના છેલ્લા બે મેડલ પણ શૂટિંગમાં આવ્યા હતા
Another Bronze : સ્વપ્નિલ કુસાલે એશિયન શૂટિંગ ચેમ્પિયનશિપમાં જીત્યો હતો ગોલ્ડ
2015માં કુવૈતમાં આયોજિત એશિયન શૂટિંગ ચેમ્પિયનશિપમાં સ્વપ્નિલ કુસાલેએ 50 મીટર રાઈફલ પ્રોન 3 ઈવેન્ટમાં ગોલ્ડ મેડલ જીત્યો હતો. આ સિવાય તેણે ગગન નારંગ અને ચેન સિંહ જેવા મોટા શૂટરોને હરાવીને તુગલકાબાદમાં 59મી નેશનલ શૂટિંગ ચેમ્પિયનશિપ જીતી છે.
લેટેસ્ટ સમાચાર માટે અહી કલિક કરો
યુ-ટ્યુબ ચેનલમાં શોર્ટ્સ જોવા અહીં કલિક કરો
ગુજરાતના મહત્વના સમાચાર માટે અહીં ક્લિક કરો
રોમાંચક સમાચાર માટે અહીં ક્લિક કરો