કર્ણાટકમાં ભાજપને વધુ એક ઝટકો,ધારાસભ્ય અયાનુર મંજુનાથે રાજીનામું આપવાની જાહેરાત કરી

0
264

કર્ણાટકમાં 10 મેના રોજ વિધાનસભાની ચૂંટણી યોજાવાની છે. આ પહેલા રાજ્યમાં રાજકીય સમીકરણો ઝડપથી બદલાઈ રહ્યા છે. ટિકિટની વહેંચણીને લઈને રાજકીય પક્ષોમાં ભારે ઉથલપાથલ ચાલી રહી છે. જેમને ટિકિટ નથી મળી તેઓ નવો રસ્તો શોધી રહ્યા છે. જેમને ટિકિટ મળી તેઓ ચૂંટણીની તૈયારી કરવા લાગ્યા. આવી સ્થિતિમાં ભાજપને વધુ એક ઝટકો લાગવાનો છે. ભાજપના નેતા અને ધારાસભ્ય અયાનુર મંજુનાથે વિધાન પરિષદના સભ્યપદ અને ભાજપમાંથી રાજીનામું આપવાની જાહેરાત કરી છે.