HomeBreaking Newsમની લોન્ડરિંગ કેસમાં સત્યેન્દ્ર જૈનને ફરી મોટો ઝટકો

મની લોન્ડરિંગ કેસમાં સત્યેન્દ્ર જૈનને ફરી મોટો ઝટકો

દિલ્હી હાઈકોર્ટે સત્યેન્દ્ર જૈનની જામીન અરજી ફગાવી

સત્યેન્દ્ર જૈન પુરાવા સાથે છેડછાડ કરી શકે : દિલ્હી હાઇકોર્ટ

દિલ્હીના પૂર્વ સ્વાસ્થ્ય મંત્રી સત્યેન્દ્ર જૈનને મની લોન્ડરીંગ કેસમાં ફરી મોટો ઝટકો લાગ્યો છે. જેલની બહાર આવવા માંગતા સત્યેન્દ્ર જૈનની જામીન અરજી રાઉઝ એવન્યુ કોર્ટે ફગાવી હતી,  જેથી તેમને જામીન મેળવવા દિલ્હી હાઈકોર્ટમાં અરજી કરી હતી. જોકે, આમ કરવા છતાં પણ હજુ તેમને રાહત નથી મળી. દિલ્હી કોર્ટે સત્યેન્દ્ર જૈનની જામીન અરજી રદ્દ કરી દીધી છે. કોર્ટે આ અંગે કહ્યું છે કે, “સત્યેન્દ્ર જૈન પ્રભાવશાળી વ્યક્તિ છે. તેઓ પુરાવા સાથે છેડછાડ કરી શકે છે. તેઓ PMLAની અંતર્ગત જામીનની બેવડી શરતોને પૂરી કરતા નથી. નીચલી કોર્ટના આદેશમાં કોઇ ખામી નથી.”

RELATED ARTICLES
- Advertisment -

Most Popular

Recent Comments