Anmol Bishnoi Deported from US:#AnmolBishnoi,#NIACustody,#USDeportation લોરેન્સ બિશ્નોઇના ભાઈ અને ખતરનાક ગેંગસ્ટર અનમોલ બિશ્નોઇને અમેરિકાએ ડિપોર્ટ કરીને ભારત મોકલી દીધો છે. દિલ્હી એરપોર્ટ પર લેન્ડ થતા જ NIAએ તેને તરત જ કસ્ટડીમાં લઈ લીધો હતો. હવે તેને સીધો પટિયાલા હાઉસ કોર્ટમાં રજૂ કરવામાં આવશે.
અનમોલ બિશ્નોઈ સિદ્ધુ મૂસેવાલા હત્યાકાંડ, બાબા સિદ્દિકી હુમલો, તેમજ સલમાન ખાનના ઘરે ફાયરિંગ જેવા અનેક હાઈ-પ્રોફાઇલ કેસોમાં વોન્ટેડ છે.

Anmol Bishnoi Deported from US: 200 ભારતીયોને અમેરિકાથી ડિપોર્ટ
અમેરિકાએ તાજેતરમાં 200 ભારતીયોને ડિપોર્ટ કર્યા છે. જેમાં:
- ગેંગસ્ટર અનમોલ બિશ્નોઈ,
- પંજાબના 2 વોન્ટેડ
- અને 197 ગેરકાયદેસર રહેતા ઇમિગ્રન્ટ્સનો સમાવેશ છે.
આ કાર્યવાહી ટ્રમ્પ વહીવટીતંત્રની કડક ઇમિગ્રેશન નીતિ હેઠળ થઈ છે.
દિલ્હીમાં લેન્ડ થયેલ વિમાન
અનમોલ બુધવારે સવારે IGI એરપોર્ટ પર પહોંચ્યો. ત્યાંથી તેને સીધો કોર્ટ લઈ જવામાં આવશે. NIA સૂત્રો મુજબ, કોર્ટમાં રજૂ કર્યા બાદ તેને NIA રિમાન્ડ મળશે.
Anmol Bishnoi Deported from US: 18થી વધુ કેસો નોંધાયેલા

અનમોલ પર 18થી પણ વધુ કેસ નોંધાયેલા છે, જેમાં શામેલ છે:
- હથિયારો સપ્લાય
- લોજિસ્ટિકલ સપોર્ટ
- ખંડણી
- ધમકીઓ
- ગેંગ ઑપરેશનનું મેનેજમેન્ટ
NIA અધિકારી અનુસાર, અનમોલ લોરેન્સ બિશ્નોઈનો મુખ્ય વિદેશી હેન્ડલર હતો. એન્ક્રિપ્ટેડ ચેનલ મારફતે ખંડણી અને ગેંગની आतકી પ્રવૃત્તિઓને સંચાલિત કરતો હતો.

Anmol Bishnoi Deported from US:મુખ્ય કેસો જેમાં અનમોલ આરોપી છે
- સિદ્ધુ મૂસેવાલા મર્ડર કેસ
- બાબા સિદ્દિકી પર હુમલો
- સલમાન ખાનના ઘરે ફાયરિંગ
- આંતરરાષ્ટ્રીય ગેંગ ઓપરેશન
- ખંડણી અને ધમકીના કેસો
વધુ સમાચાર વાંચવા અહી ક્લિક કરો :
Rajkot : માં શિડ્યૂલ–1ના 52 સાપો સાથે મોટો કાંડ: વનવિભાગની સાહસિક કાર્યવાહી, મહંતની ધરપકડ




