Anand Mahindra : કહેવાય છે ને કે આવનારો સમયમાં ટેકનોલજીનો એ અવતાર બતાવશે જે કોઈએ સપને પણ વિચાર નહિ કર્યો હોય, ટેકનોલજીનો ઉપયોગ તમારું જીવન બદલી દેશે, ટેકનોલજીનો ઉપયોગ કરવાના પણ બે રસ્તાઓ હોય છે, એક રસ્તો જે તમારું જીવન સરળ બનાવશે અને એક તમારું જીવન જીવવું પણ હરામ કરી દેશે, પરંતુ તમે તેનો ઉપયોગ કેવી રીતે કરો છો તેના પર નિર્ભર રહેશે, ત્યારે ટેકનોલોજીનો સદ્દઉપયોગથી તમે કોઈનો જીવ પણ બચાવી શકો છો, આવી જ એક અદ્ભુત ઘટના ઉત્તરપ્રદેશમાં બની છે,

Anand Mahindra : મહિન્દ્રા ગ્રુપના ચેરમેન આનંદ મહિન્દ્રાએ 13 વર્ષની તરુણીને નોકરીની ઓફર કરી છે. આ તરુણીએ ‘એલેક્સા’ની મદદ લઈને પોતાને અને તેની ભત્રીજીને વાંદરાના હુમલાથી બચાવી લીધી હતી. આનંદ મહિન્દ્રાએ તરુણીની ઝડપી વિચારસરણીની પ્રશંસા કરીને માઇક્રો બ્લોગિંગ સાઇટ X દ્વારા તેને જોબ ઓફર કરી છે.
Anand Mahindra : મહિન્દ્રાએ તરુણીની ક્વિક થિંકિંગની પ્રશંસા કરી
આનંદ મહિન્દ્રાએ તેમના X પર લખ્યું હતું. આપણા યુગનો પહેલો સવાલ એ જ છે કે શું આપણે ટેક્નોલોજીના ગુલામ બની રહ્યા છીએ કે એનો યોગ્ય ઉપયોગ કરી રહ્યા છીએ. આ તરુણીની કહાની આશ્વાસન આપે છે કે ટેક્નોલોજી હંમેશાં માનવ ટેલેન્ટને પ્રોત્સાહન આપતી રહેશે. તરુણીની ઝડપી વિચારસરણી અસાધારણ હતી.તેણે બતાવી દીધું છે કે આજની અચાનક બદલાતી દુનિયામાં તેની પાસે અદભુત નેતૃત્વ ક્ષમતા છે. જો તે પોતાનો અભ્યાસ પૂર્ણ કર્યા પછી કોર્પોરેટ જગતમાં જોડાવા માગે છે તો મને આશા રાખીએ છીએ કે @MahindraRiseમાં અમે તેને અમારી સાથે જોડાવા માટે સમજાવી શકીશું.”
Anand Mahindra : વાંદરાઓ રૂમમાં ઘૂસી આવ્યા હતા, બાળકીને બચાવી લીધી હતી

ઉત્તરપ્રદેશના બસ્તીમાં આવાસ વિકાસ કોલોનીમાં રહેતી શિપ્રા ઓઝાની નાની બહેન નિકિતાએ તેની 15 મહિનાની ભત્રીજી વામિકાને વાંદરાના હુમલાથી બચાવી હતી. શુક્રવારે નિકિતા અને વામિકા ઘરમાં સોફા પર રમી રહ્યાં હતાં.નિકિતાએ કહ્યું, “ઘરમાં મહેમાનો આવ્યા હતા, જેમના ગયા પછી મેઇન ગેટ ખુલ્લો હતો. એ જ સમયે વાંદરાઓનું એક ટોળું ઘરમાં ઘૂસી ગયું. જ્યારે મેં વાંદરાઓને ભગાડવાનો પ્રયાસ કર્યો ત્યારે તેઓ મારા તરફ દોડ્યા. હું વામિકાનો જીવ બચાવવા માટે તેને લઈને બૂમો પાડતી ભાગી.
પછી મારી નજર ફ્રિજ પર રાખેલા એલેક્સા (alexa) ડિવાઈસ પર પડી. મેં તરત જ કહ્યું- Alexa, કૂતરાનો ભસવાનો અવાજ કરો. એલેક્સાને વૉઇસ કમાન્ડ મળતાંની સાથે જ તેણે કૂતરાની જેમ જોરથી ભસવાનો અવાજ કરવાનું શરૂ કર્યું. કૂતરાનો ભસવાનો અવાજ સાંભળીને વાંદરાઓ ડરી ગયા અને બાલ્કનીમાંથી ટેરેસ તરફ ભાગી ગયા. “અમારો જીવ બચી ગયો.”
Anand Mahindra : એલેક્સા શું છે?

એલેક્સા એમેઝોનનું ડિજિટલ વૉઇસ આસિસ્ટન્ટ છે. તમારા સવાલના જવાબ આપવા ઉપરાંત એલેક્સા સ્માર્ટ-હોમ ગેજેટ્સને પણ કન્ટ્રોલ કરે છે.,જેમ કે દરવાજો બંધ કરવા અને રૂમની લાઇટ ઓછી કરવા જેવી બાબતો. આ ઉપરાંત તમે એલેક્સાને કહીને તમારું મનપસંદ ગીત, કવિતા અથવા કોઈપણ પ્રાણીના અવાજ કાઢી શકો છો.
લેટેસ્ટ સમાચાર માટે અહી કલિક કરો
યુ-ટ્યુબ ચેનલમાં શોર્ટ્સ જોવા અહીં કલિક કરો
ગુજરાતના મહત્વના સમાચાર માટે અહીં ક્લિક કરો
રોમાંચક સમાચાર માટે અહીં ક્લિક કરો