ગુજરાત પર અપર સાઈકલોનિક સીસ્ટમ સર્જાઈ

0
165

રહ્યમાં 30 મે સુધી વરસાદ અને ભારે પવન ફુંકાવાની આગાહી

હવામાન વિભાગની આગાહી અનુસાર અમદાવાદ સહિત રાજ્યના અનેક જિલ્લાઓમાં ભારે પવન સાથે વરસાદની શક્યતા છે અને તે પ્રમાણે રવિવારથી રાજ્યના અનેક જિલ્લાઓમાં બપોર પછી ભારે પવન ફૂંકાયો અને વરસાદ શરુ થયો હતો. અમદાવાદમાં અસહ્ય ઉકળાટ અને વાદળછાયું વાતાવરણ હતું . સાંજ પડતાજ પવન સાથે મેઘરાજાએ તોફાની બેટિંગ શરુ કરી હતી.

ગુજરાત પર અપર સાઈકલોનિક સીસ્ટમ સર્જાઈ છે જેને કારણે 30 મે સુધી ગુજરાતના અનેક જિલ્લાઓમાં વરસાદ અને વાવાઝોડાની શક્યતા હવામાન વિભાગે વ્યક્ત કરી છે. મધ્યપ્રદેશ નજીક ટફ અને પાકિસ્તાન નજીક પણ અપર સાઈકલોનિક સીસ્ટમની અસર ગુજરાત પર દેખાશે . અને 30 મે પછી વાતાવરણ હળવું થશે

વધુ સમાચાર માટે જોતા રહો વી.આર લાઈવ

સતત સમાચાર માટે જોતા રહો અમારી વેબ સાઈટ