માફિયા અતિક અહેમદ અને તેના ભાઈ અશરફની હત્યા બાદ કેન્દ્ર સરકાર એક્શનમાં આવી ગઈ છે. ગૃહ મંત્રાલય દ્વારા આ મામલે મોટો નિર્ણય લેવામાં આવ્યો છે, જે અંતર્ગત પત્રકારોને સુરક્ષા પૂરી પાડવા અંગે ચર્ચા હાથ ધરાઈ છે. પત્રકારોની સુરક્ષા માટે ટૂંક સમયમાં SOP તૈયાર કરવામાં આવશે. મહત્વનું છે કે, પ્રયાગરાજમાં અતિક અહેમદ અને તેના ભાઈ અશરફની મીડિયા અને પત્રકારોની હાજરીમાં ઓન કેમેરા હત્યા કરી દેવામાં આવી છે, જેના કારણે રાજકારણ પણ ખૂબ ગરમાયું છે. આ ઘટના બાદ પત્રકારોની સુરક્ષા પર સવાલ ઉઠી રહ્યા છે.