કેબિનેટની બેઠકમાં મહત્વનો નિર્ણય લેવાયો,વાંચો અહીં

0
179
કેબિનેટની બેઠકમાં મહત્વનો નિર્ણય લેવાયો,રાજ્ય સરકાર સહાય આપશે
કેબિનેટની બેઠકમાં મહત્વનો નિર્ણય લેવાયો,રાજ્ય સરકાર સહાય આપશે

કેબિનેટની બેઠકમાં લેવાયો મહત્વનો નિર્ણય

રાજ્ય સરકાર સહાય આપશે

2 દિવસમાં સરકાર દ્વારા પરિપત્ર કરવામાં આવશે

નર્મદાના પૂરથી અસરગ્રસ્ત જિલ્લામાં સહાય અપાશે

કેબિનેટની બેઠકમાં મહત્વનો નિર્ણય લેવાયો છે રાજ્યમાં ૧૬  થી ૧૮ સપ્ટેમ્બર દરમિયાન થયેલ ભારે વરસાદના પગલે અસરગ્રસ્ત વિસ્તારના વેપાર, વાણિજ્ય અને આર્થિક પ્રવૃતિ સંકળાયેલ એકમોને પણ રાજ્ય સરકાર દ્વારા સહાય અપાશે . આ અંગેની જાહેરાત પ્રવક્તા મંત્રી  ઋષિકેશ પટેલે  કરી હતી. લારી, રેકડી, નાની સ્થાયી કેબીન, મોટી કેબીન, નાની અને મધ્યમ કક્ષાની પાકી દુકાન, મોટી દુકાન, દુકાનનું પાકુ બાંધકામવાળુ સ્થાયી માળખુ ધરાવતા નાના અને મધ્યમ એકમોને આર્થિક સહાય અપાશેરાજ્ય સરકાર દ્વારા અસરગ્રસ્ત વિસ્તારોના મધ્યમ અને મોટા વ્યપારીને થયેલ નુકશાનને પગલે બેંક લોન માટે વ્યાજની સબસિડીની સહાય અપાશેભારે વરસાદની પ્રવર્તમાન પરિસ્થિતિથી અસરગ્રસ્ત નવ જિલ્લાઓ નર્મદા, ભરૂચ, વડોદરા, દાહોદ, પંચમહાલ,આણંદ, અરવલ્લી ,બનાસકાંઠા, મહિસાગર જિલ્લામાં ગ્રામ્ય અને શહેરી વિસ્તારમાં રૂ. ૭૭ લાખ ૪૫ હજારથી વધુ રકમની અસરગ્રસ્તોને કેશડોલ્સ સહાય અપાઇ છે. પ્રવક્તા મંત્રી ઋષિકેશ પટેલે જણાવ્યું છે કે, રાજ્યમાં ૧૬ થી ૧૮ સપ્ટેમ્બર દરમિયાન ભરૂચ, નર્મદા અને વડોદરા જિલ્લામાં થયેલ ભારે વરસાદના પગલે અસરગ્રસ્ત વિસ્તારમાં વેપાર, વાણિજ્ય અને આર્થિક પ્રવૃતિના એકમોને રાજ્ય સરકાર દ્વારા સહાય આપવાનુ રાજ્ય સરકાર દ્વારા નક્કી કરવામાં આવ્યું છે. મુખ્યમંત્રી  ભૂપેન્દ્ર પટેલની અધ્યક્ષતામાં મળેલી કેબિનેટ બેઠકમાં નાના અને મધ્યમ વેપારીઓ પ્રત્યે ઉદાર વલણ રાખીને રાજ્ય સરકારે આ સહાય આપવાનું નક્કી કર્યું હોવાનું ઋષિકેશ પટેલે    જણાવ્યું હતુ.

વધુ સમાચાર માટે જોતા રહો વી.આર.લાઇવ

સતત સમાચાર માટે જોતા રહો અમારી વેબ સાઈટ