AMUL MILK PRICE HIKE : લોકસભા ચૂંટણી પૂરી થઇ ગઈ છે, 4 જુને ચૂંટણીના પરિણામો સામે આવશે, પ્રાથમિક તારણોમાં ભાજપનું NDA ગઠબંધન બહુમતી સાથે ફરીવાર સત્તામાં આવી રહ્યું છે, ત્યારે હજુ નવી સરકાર આવે એ પહેલા જ આમ જનતા પર મોટો ઝટકો આપવામાં આવ્યો છે.

AMUL MILK PRICE HIKE : લોકસભાની ચૂંટણીના પરિણામો પહેલા ગરીબોના ખિસ્સા પર વધુ એક માર પડ્યો છે. અમુલ દૂધના ભાવમાં વધારો કરવામાં આવ્યો છે. અમુલ ગોલ્ડ, અમુલ શક્તિ, અમુલ ટી સ્પેશિયલના ભાવમાં વધારો કરવામાં આવ્યો છે. પ્રતિ લિટરે 2 રૂપિયાનો વધારો કરવામાં આવ્યો છે. આવતીકાલ સવારથી અમુલ દૂધના નવા ભાવ લાગુ પડશે.

AMUL MILK PRICE HIKE : લોકસભાની ચૂંટણી પૂરી થતાની સાથે જ અમુલ દૂધના ભાવમાં વધારો કરવામાં આવ્યો છે. આ ભાવ આવતીકાલથી જ લાગુ કરવામાં આવશે. એટલે કે ચૂંટણી પહેલા 64 રૂપિયે પ્રતિ લિટર મળતા દૂધના તમારે હવે 66 રૂપિયા ચુકવવા પડશે.
AMUL MILK PRICE HIKE : 15 મહિના બાદ વધ્યા ભાવ

તમને જણાવી દઈએ કે ગયા વર્ષે ફેબ્રુઆરીમાં દૂધના ભાવમાં વધારો કરવામાં આવ્યો હતો ત્યારથી લગભગ 15 મહિનાથી દૂધના ભાવ સ્થિર હતા. એટલે કે 15 મહિના બાદ અમુલના દૂધના ભાવમાં વધારો નોંધાયો છે.
લેટેસ્ટ સમાચાર માટે અહી કલિક કરોયુ-ટ્યુબ ચેનલમાં શોર્ટ્સ જોવા અહીં કલિક કરોગુજરાતના મહત્વના સમાચાર માટે અહીં ક્લિક કરોરોમાંચક સમાચાર માટે અહીં ક્લિક કરો