અમિત શાહની મણીપુર માં અપીલ સાથે શાંતિ પૂર્ણ માહોલ

0
62
અમિત શાહની અપીલ અસર
અમિત શાહની અપીલ અસર

અમિત શાહની મણીપુર માં અપીલ કરી એના એક જ દિવસ બાદ અલગ અલગ સ્થળોએ ૧૪૦થી વધુ હથિયારો સરેન્ડર કરવામાં આવ્યા.ગુરુવારે શાહે મણીપુરના લોકોને તેમના હથિયારો વહીવટી તંત્રને સોપવા અપીલ કરી હતી.જોકે તેમને ચેતવણી પણ આપી હતી કે,રાજ્યમાં સર્ચ ઓપરેશનમાં જો કોઈની પાસે હથિયાર મળ્યા તો કડક કાર્યવાહી કરવામાં આવશે.

મણીપુરમાં કેન્દ્રીય ગૃહમંત્રી અમિતશાહની અપીલ માં સમર્થન જોવા મળ્યું છે.મણીપુરના સુરક્ષા સલાહકાર કુલદીપ સિંહ ,”શુક્રવારે રાજ્યમાં અલગ-અલગ સ્થળોએ 140થી વધુ હથિયારો અને 11 મેગેઝિન સરેન્ડર કરવામાં આવ્યા હતા. માહિતી અનુસાર, હથિયારોમાં સેલ્ફ લોડિંગ રાઈફલ્સ, કાર્બાઈન, એકે અને ઈન્સાસ રાઈફલ્સ, લાઈટ મશીન ગન, પિસ્તોલ, એમ-16 રાઈફલ્સ, સ્મોક ગન/ટીયર ગેસ, સ્ટેન ગન અને ગ્રેનેડ લોન્ચરનો સમાવેશ થાય છે. “આની સાથે મણીપુરની શાહની મુલાકાતના છેલ્લા દિવસે લોકોને તેમના હથિયારો સુરક્ષા દળો અને વહીવટીતંત્રને સોંપવાની અપીલ કરી હતી.

ન્યાયિક પંચ હિંસાની તપાસ કરશેઃ શાહ

અમિતશાહે ગુરુવારે જાહેરાત કરી હતી કે મણિપુરમાં જાતીય હિંસાણી તપાસ માટે નિવૃત મુખ્ય ન્યાયાધીશ સ્થરના ન્યાયાધીશણી અધ્યક્ષસ્થામાં ન્યાયિક પંચણી રચના કરવામાં આવશે.વધુમાં” હિંસાના કારણો શું છે અને તેના માટે કોણ જવાબદાર છે… આ તમામની તપાસ કરવા માટે હાઈકોર્ટના નિવૃત્ત ચીફ જસ્ટિસ સ્તરના જજની અધ્યક્ષતામાં એક કમિશનની રચના કરવામાં આવશે.”

અમિતશાહએ ઉગ્રવાદીઓને ચેતવણી પણ આપી હતી

“સસ્પેન્શન ઓફ ઓપરેશન્સ (SOO) સંધિ”નું ઉલ્લંઘન કરશો તો તેમની સામે કડક કાર્યવાહી કરીશું.કોઈપણ વિચલનને ગંભીરતાથી લેવામાં આવશે,સંધિના ભંગ તરીકે ગણવામાં આવશે.કારકણી શરતોનું પાલન કરો.

આદિવાસી એકતા કુચ બાદ હિંસા સારું થઇ હતી.

મણિપુરમાં હાઇકોર્ટના આદેશના વિરોધમાં ૩ મેના રોજ આદિવાસી એકતા માર્ચ કાઢવામાં આવી હતી.આ સમય દરમિયાન જ પ્રથમ વખત જાતીય હિંસા ફાટી નીકળી હતી.૩ મે એ મેઇતેઈ સમુદાયે અનુસુચિત જતી (st) દરજ્જાની માંગ સાથે મોટો વિરોધ કર્યો હતો.ત્યારબાદ આદિવાસી એકતા માર્ચનું આયોજન કરવામાં આવ્યું.ગ્રામવાસીઓને આનામત જંગલની જમીનમાંથી કાઢી મુકવા મુદ્દે અનેક નાના આંદોલનો થયા હતા.

મણીપુરની વસ્તી લગભગ ૫૩ ટકા મેઇતેઈ સમુદાયનો હિસ્સો છે.અને મોટાભાગના સમુદાય ઇમ્ફાલ ખીણમાં રહે છે.નાગા અને કુકી સમુદાયો કુલ વસ્તીના ૪૦ ટકા છે અને પહાડી જિલ્લાઓમાં રહે છે.

ભાજપ પ્રવક્તા સુધાંશુ ત્રિવેદીની કોંગ્રેસ નેતા રાહુલ ગાંધીને શું શિખામણ આપી? જાણો…

સતત સમાચાર માટે જોતા રહો અમારી વેબ સાઈટ