AMIT SHAH : છોટાઉદેપુરમાં અમિત શાહનો હુંકાર, કહ્યું રાહુલ વાયનાળથી ભાગ્યા, હવે રાયબરેલીથી પણ ભગાડીશુ  

0
83
AMIT SHAH
AMIT SHAH

AMIT SHAH : રાજ્યમાં લોકસભા ચૂંટણીને હવે માત્ર ગણતરીના દિવસ જ બાકી રહ્યાં છે, ત્યારે ભારતીય જનતા પાર્ટીએ 5 લાખથી વધુની લીડથી જીત માટે અનેક પ્રયાસ શરૂ કર્યા છે. એ અંતર્ગત કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહે પ્રચાર અર્થે ફરી ગુજરાતના પ્રવાસે છે. આજે તેમણે છોટાઉદેપુરના બોડેલીમાં સંબોધન કર્યું હતું. તેમણે છોટાઉદેપુર લોકસભા બેઠકના ભાજપના ઉમેદવાર જશુભાઈ રાઠવાના પ્રચાર માટે સભા સંબોધીને મતદારોને રીઝવવાના પ્રયત્નો કર્યા.

AMIT SHAH :  અમિત શાહે કહ્યું કે, ‘હું આજે મોદીની ગેરંટી છોટાઉદેપુરવાળાને કહીને જઉં છું, જ્યાં સુધી ભારતીય જનતા પાર્ટી શાસનમાં છે અનામતને કોઈને હાથ લગાવવાનો અધિકાર નથી. આ અધિકાર SC/ST/OBC ભાઈઓનો છે અને આ અધિકાર અબાધિત રહેવાનો છે.

AMIT SHAH

AMIT SHAH :  આ રાહુલ બાબા એન્ડ કંપની જો દેશમાં સત્તા પર આવશે તો મુસ્લિમને અનામત આપી, SC/ST/OBCની અનામત છીનવી લેશે. 10 વર્ષ સુધી સોનિયા-મનમોહનની સરકાર ચાલી હતી. એ સરકાર 10 વર્ષ ચાલી, રોજ પાકિસ્તાનથી આલિયા, માલિયા, જમાલીયા આવતા હતા અને બોમ્બ ધમાકા કરી ભાગી જતા હતા. આ કોંગ્રેસ પાર્ટી એક નંબરની આદિવાસી વિરોધી પાર્ટી છે.

AMIT SHAH

AMIT SHAH :રાહુલ વાયનાળથી ભાગ્યા, હવે રાયબરેલીથી પણ ભગાડીશુ : અમિત શાહ

AMIT SHAH :  જાહેર રેલીને સંબોધતા કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહે કહ્યું કે, ‘કોંગ્રેસ રાહુલ ગાંધીના નેતૃત્વમાં ચૂંટણી લડી રહી છે. તેમના નેતા રાહુલ ગાંધી છે. તેઓ અમેઠીથી હાર્યા બાદ વાયનાડ ગયા હતા. હવે તેઓ ડરીને રાયબરેલી ભાગી ગયા છે. પરંતુ રાહુલ ગાંધી, સમસ્યા સીટની નથી… સમસ્યા તમારી અંદરની છે… તમે રાયબરેલીને મોટા માર્જિનથી હારવાના છો…

AMIT SHAH

AMIT SHAH :  છોટાઉદેપુરમાં સભાને સંબોધિત કરતા અમિત શાહે કહ્યું કે, ‘ગુજરાતની ભગવામય જનતાનો એક જ અવાજ કે આખા દેશમાં માત્ર મોદીજીની લહેર છે. તેમજ તેમને વિપક્ષ પર પણ આકરા પ્રહારો કર્યા હતા.

AMIT SHAH :  અમિત શાહે સભામાં જણાવ્યું કે, તમે જશુભાઈને જે વોટ આપશો તે દિલ્હીમાં મોદીને વડાપ્રધાન બનાવવાનું કામ કરશે. નરેન્દ્ર મોદીએ ગુજરાતથી દેશ સુધી સુરક્ષા, સ્વાસ્થ્ય, સમૃદ્ધી, શિક્ષાનું કામ નરેન્દ્ર મોદીએ કર્યું છે.

આ સાથે જ તેમણે કોંગ્રેસ પર પ્રહાર કરતા કહ્યું કે, આપણી સામે કોંગ્રેસ અને INDIA ગઠબંધન ચૂંટણી લડી રહ્યું છે, ત્યારે તે જીતવાના તો છે નહીં, પરંતુ ભગવાન ન કરે અને તે જીતી જાય તો છોટાઉદેપુરની જનતાને પુંછવા માંગુ છું કે, વડાપ્રધાન પ્રધાન કોણ બનશે. અમારો તો ચોખ્ખો હિસાબ છે કે, ભાજપ જીતશે એટલે મોદી સાહેબ વડાપ્રધાન બનશે. આ સાથે જ તેમણે કહ્યું કે અરે અકલના ઓથમિરો આ ભાગીદારી નથી, દેશ ચલાવવાનો છે.

લેટેસ્ટ સમાચાર માટે અહી કલિક કરો

યુ-ટ્યુબ ચેનલમાં શોર્ટ્સ જોવા અહીં કલિક કરો

ગુજરાતના મહત્વના સમાચાર માટે અહીં ક્લિક કરો

રોમાંચક સમાચાર માટે અહીં ક્લિક કરો


Discover more from VR LIVE GUJARAT: Gujarat News

Subscribe to get the latest posts to your email.