AMIT SHAH ON RUPALA : ક્ષત્રીય આંદોલન વધુ વકરે તેવા એંધાણ, ગૃહમંત્રી અમિત શાહે લીધો રૂપાલાનો પક્ષ   

0
269
AMIT SHAH ON RUPALA
AMIT SHAH ON RUPALA

AMIT SHAH ON RUPALA : ગત 22 માર્ચે વાલ્મિકી સમાજના એક કાર્યક્રમમાં રાજકોટ લોકસભા સીટના ભાજપના ઉમેદવાર પુરુષોત્તમ રૂપાલાએ વિવાદાસ્પદ ટિપ્પણી કરી હતી. ત્યાર બાદ ક્ષત્રિયો દ્વારા આ નિવેદનનો રાજ્યભરમાં વિરોધ કરવામાં આવ્યો હતો અને ટિકિટ રદ કરવાની માગ કરવામાં આવી રહી છે. જો કે ટિકિટ રદ ન કરતા ક્ષત્રિયો હવે 19 એપ્રિલે બેઠક કરી આગામી રણનીતિ ઘડવાની તૈયારીઓમાં છે. આ ઘટનાક્રમ વચ્ચે આજે કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહે ક્ષત્રિયો દ્વારા રૂપાલાના કરવામાં આવતા વિરોધ અંગે નિવેદન આપ્યું છે.

4 100

AMIT SHAH ON RUPALA : રૂપાલાજીએ હૃદયથી માફી માગી લીધી છે : શાહ

એક ખાનગી ટીવી ચેનલ સાથે વાત કરતા અમિત શાહે જણાવ્યું કે, જ્યાં સુધી ક્ષત્રિયોની નારાજગીનો સવાલ છે ત્યાં સુધી રૂપાલાજીએ હૃદયથી માફી માગી લીધી છે. ગુજરાતની 26માંથી 26 સીટ ગત ચૂંટણી કરતાં વધુ લીડથી જીતશે. પૂર્વ-પશ્ચિમ અને ઉત્તર-દક્ષિણ ચારે તરફ 400 પારનો મૂડ છે.

80

AMIT SHAH ON RUPALA : ઉલ્લેખનીય છે કે, ગાંધીનગર લોકસભા બેઠકના ભાજપના ઉમેદવાર અને કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહ 19 એપ્રિલના રોજ ઉમેદવારી ફોર્મ ભરવા જવાના છે. તે પહેલાં 18 એપ્રિલના રોજ ગાંધીનગર લોકસભા હેઠળ આવતા સાણંદ APMC સર્કલ, અમદાવાદ, કલોલ  ખાતેથી મેગા રેલી યોજી ચૂંટણી પ્રચારના શ્રીગણેશ કર્યા હતા.

91

AMIT SHAH ON RUPALA : નોંધનીય છે કે ક્ષત્રીય સમાજ પરસોત્તમ રૂપાલા 19 તારીખે રૂપાલા ફોર્મ પાછું નહીં ખેંચે તો પાર્ટ 2 શરૂ થશે તેવી જાહેરાત કરી ચુક્યું છે. 20મી તારીખે અમદાવાદના રાજપૂત ભવન ખાતે બેઠક મળશે. સંકલન સમિતિ અને 92 સભ્યોની બેઠકમાં આગળની રણનીતિ ઘડાશે.  

લેટેસ્ટ સમાચાર માટે અહી કલિક કરો

યુ-ટ્યુબ ચેનલમાં શોર્ટ્સ જોવા અહીં કલિક કરો

ગુજરાતના મહત્વના સમાચાર માટે અહીં ક્લિક કરો

રોમાંચક સમાચાર માટે અહીં ક્લિક કરો