Home Desh Amit Shah:‘લખી રાખજો, 2029માં પણ નરેન્દ્ર મોદી જ વડાપ્રધાન બનશે’અમદાવાદમાં ગૃહમંત્રી અમિત...

Amit Shah:‘લખી રાખજો, 2029માં પણ નરેન્દ્ર મોદી જ વડાપ્રધાન બનશે’અમદાવાદમાં ગૃહમંત્રી અમિત શાહની મોટી રાજકીય ભવિષ્યવાણી,

0
281
Amit Shah
Amit Shah

Amit Shah:કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહે અમદાવાદની એક દિવસીય મુલાકાત દરમિયાન વિપક્ષ પર તીખા પ્રહારો કરતાં મોટી રાજકીય ભવિષ્યવાણી કરી છે. તેમણે સ્પષ્ટ શબ્દોમાં કહ્યું કે, “લખી રાખજો, વર્ષ 2029માં પણ નરેન્દ્ર મોદી જ દેશના વડાપ્રધાન બનશે.” સાથે જ તેમણે લોકસભા વિપક્ષના નેતા રાહુલ ગાંધી પર પણ કટાક્ષ કર્યો.

નવા વણઝરના અસરગ્રસ્ત પરિવારોને સનદ અર્પણ કાર્યક્રમમાં બોલતાં અમિત શાહે કહ્યું કે, જનતાને ગમે તેવા તમામ નિર્ણયોનો વિપક્ષ હંમેશા વિરોધ કરે છે. રામ મંદિર બનાવીએ તો વિરોધ, કલમ 370 હટાવીએ તો વિરોધ, કોમન સિવિલ કોડ લાવીએ તો વિરોધ અને પાકિસ્તાન પર એર સ્ટ્રાઈક કરીએ તો પણ વિરોધ—જનતાને જે ગમે છે તેનો તમે વિરોધ કરો છો, તો પછી મત કોણ આપે?” એવો સવાલ તેમણે ઉઠાવ્યો.

Amit Shah

Amit Shah:રાહુલ ગાંધી પર કટાક્ષ

અમિત શાહે રાહુલ ગાંધીને નિશાન બનાવતાં કહ્યું, રાહુલ બાબા, હારથી થાકશો નહીં. પશ્ચિમ બંગાળ અને તમિલનાડુમાં પણ હરાવીશું એ નક્કી છે.” તેમણે વધુમાં ઉમેર્યું કે, જેને પોતાની પાર્ટીના લોકો પણ સમજાવી ન શકે તેને વિરોધ કરનાર ક્યાંથી સમજાવી શકે.

Amit Shah:2029માં પણ મોદી સરકાર

ગૃહમંત્રીએ જણાવ્યું કે, રાહુલ ગાંધીએ સંસદમાં પ્રશ્ન કર્યો હતો કે કોંગ્રેસ દર વખતે ચૂંટણી કેમ હારે છે. તેના જવાબમાં અમિત શાહે કહ્યું કે, “જનતા માંગે કે ન માંગે, પરંતુ સંવેદનશીલતાના આધાર પર જનહિતનાં કામ કરવાનું કાર્ય ભાજપ અને નરેન્દ્ર મોદીએ કર્યું છે. એ જ ભાજપના સિદ્ધાંતો છે, જેના કારણે 2029માં પણ નરેન્દ્ર મોદીના નેતૃત્વમાં ભાજપ સરકાર બનશે.”

તેમણે કહ્યું કે, રાહુલ ગાંધી લોકોની સમસ્યાઓ સમજવાને બદલે ‘સર’ સમજવામાં વ્યસ્ત છે, જે હકીકતમાં તેમનું કામ નથી.

Amit Shah:વિવિધ કાર્યક્રમોમાં હાજરી

Amit Shah

અમદાવાદ મુલાકાત દરમિયાન અમિત શાહે વિશ્વ ઉમિયાધામ ખાતે યોજાયેલા યુવા બિઝનેસ સંમેલનમાં હાજરી આપી હતી. આ ઉપરાંત ઇન્ડિયન મેડિકલ એસોસિએશનના નવા વરાયેલા પદાધિકારીઓની શપથવિધિમાં પણ તેઓ પ્રોત્સાહક ઉપસ્થિતિ સાથે હાજર રહ્યા હતા.

આ પણ વાંચો :Devayat Khavad:લોક કલાકાર દેવાયત ખવડ અને ધ્રુવરાજસિંહ વચ્ચે સમાધાન

રાત્રે કેટલા સમય સુધી સ્નાન કરવું જોઈએ? તમે કયા કાનમાં બુટ્ટી પહેરો છો… તે બધું બદલી નાખે છે. ગ્રહોના સંતુલનથી લઈને ઉર્જા પ્રવાહ સુધી, જ્યારે તમે જમણા કે ડાબા કાન પસંદ કરો છો ત્યારે શું થાય છે. ફેશન કે શ્રદ્ધા? સાવનમાં લીલા રંગના કપડાં પહેરવાનું કારણ જાણીને તમને નવાઈ લાગશે વાળના વિકાસ માટે ટી વોટર કેટલું ફાયદાકારક છે, આવો જાણીએ એક કુદરતી ઘરેલું ઉપાય જે વાળના સ્વાસ્થ્યને સુધારવામાં મદદ કરી શકે છે. તમારી પોતાની ભાષામાં વાત કરવું જ યોગ્ય છે, આવો જાણીએ મુખ્ય કારણો પોતાની ભાષામાં વાત કરવાના વધુ એક ફિલ્મ ઇન્ડસ્ટ્રીમાં ડિવોર્સના સમાચાર તમિલ અભિનેતા રવિ મોહન અને આરતી મોહન જાહ્નવી કપૂર કેન્સ ૨૦૨૫માં શ્રીદેવી યુગના ગ્લેમરસ અવતારમાં છાઈ ગઈ પુસ્તકો શ્રેષ્ઠ મિત્ર છે, કોઈ કમ્પ્લેન નથી, કોઈ માંગણી નથી, જ્યારે પણ આપણને તેની જરૂર હોય ત્યારે તે આપણી સાથે રહે છે. War 2 માં રિતિક રોશન સાથે કિયારા અડવાણી અને જુનિયર એનટીઆર વારંવાર આંખ ફરકવાનું સાચું કારણ શું બીમારી હોય શકે છે?? જાણો કારણ રશ્મિકા મંદાના એકદમ હોટ અવતારમાં ફરીથી ટ્રોલ થઈ ગઈ ઉર્વશી ! હાહાકાર મચાવી રહ્યો છે કોરોનાનો નવો વેરિયન્ટ બાળકોનું ઉનાળાનું વેકેશનની શરૂઆત થઈ ગઈ છે તો ક્યાં ફરવા લઈ જશો બાળકોને? જાણો વટ સાવિત્રી વ્રત ૨૦૨૫માં ક્યારે છે કેવી રીતે કરશો પૂજા-અર્ચના??? બાળકોને રાત્રે ઊંઘાડવામાં તકલીફ પડે છે તો આ ટીપ્સને ફોલો કરો ભારત અને પાકિસ્તાનની વચ્ચે આવેલું આ હિલ સ્ટેશન સ્વર્ગ જેટલું સુંદર લાગે છે ઉનાળાની ગરમીમાં તમારા બાળક કે પતિદેવનું ટીફીનમાં રાખેલું જમવાનું બગડી જાય તો શું-શું ધ્યાન રાખવું?? AC: આખી રાત AC કેટલા કલાક ચલાવવું જોઈએ? વધારે પડતું યુઝ કરવાથી શું નુકસાન થાય? જ્યાં લોકો સ્ત્રી જાત માટે મીમ્સ બનાવીને મજાક ઉડાવતા હોય છે ત્યાં ૨૦૨૫ની મૂળ ભારતીય ગેમ-ચેન્જર મહિલાઓને મળો જે દુનિયામાં ભારતનું નામ રોશન કરે છે