AMCની પ્રિ મોનસુન કામગીરી અંગે બેઠક

0
157

અમદાવાદ મહાનગરપાલિકામાં દર વર્ષની જેમ આ વર્ષે પણ અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશનની પ્રિ મોનસુન કામગીરી લઈને મેયર તેમજ મ્યુનિસિપલ કમિશ્નરના અધ્યક્ષસ્થાને મિટિંગ યોજાઈ હતી.દર વર્ષે પ્રિ મોન્સૂન કામગીરી માટે આયોજન કરવામાં આવતું હોય છે. તેમ છતાં ચોમાસાના પેહલા વરસાદમાં જ થોડાક વરસાદમાં પાણી ભરવાના દ્રશ્યો જોવા મળતા હોય છે.આ વર્ષે પણ પ્રિ મોન્સૂનની બેઠકમાં શાસક પક્ષ અને વહીવટી પક્ષ દ્વારા દાવાઓ કરવામાં આવ્યા છે.પ્રિ મોન્સૂન કામગીરીની મિટિંગમાં મેયર તેમજ સ્ટેન્ડિંગ ચેરમેન દ્વારા અધિકારીઓને કડક સૂચનાઓ આપી હતીતમામ DYMC ,એડિશનલ સીટી એન્જીયરોને સૂચનાઓ આપવામાં આવી.શહેરમાં દર વર્ષે પાણી ભરાય છે તેવા 45 સ્થળો શોધી કઢાયા છે.બાપુનગર ,સરસપુર ,રખિયાલનરોડા, ઠક્કરનગર ,હાટકેશ્વર જેવા વિસ્તારોમાં પાણી ભરાયા છે..જેતે ઝોનના અધિકારીઓ નજર રાખશે.. પ્રથમ રાઉન્ડના અંતે 58 000 કેચપીટોની સફાઈ કરાઈ..હાલમાં બીજો રાઉન્ડ ચાલી રહ્યો છે. 24 000 નવી કેચપીટો તૈયાર કરાઈ.શહેરમાં 473 ડ્રેનેજ લાઈનો ની 2559 કેમેરાથી ચેકીંગ કરી પાણીના ભરાય તેની નજર રાખશે .શહેરના 15 અન્ડર બ્રિજ, 7 બ્રિજો માં પાણીના ભરાય તે માટેનું આયોજન કરાયું.. વરસાદના દર બે કલાકે આંકડા મળે તેવું આયોજન કરાયું છે.વીઆરલાઇવ ન્યુઝવધુ સમાચારો માટે જોતા રહો અમારી વેબસાઇટ.