અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશન માસિક જનરલ બોર્ડમાં રોડ બિલ્ડીંગ કામો લઈને વિપક્ષે આકરા પ્રહાર કર્યા હતા, વિપક્ષે આરોપ લગાવ્યો હતો કે હાટેકશ્વર બ્રિજ જે કમિશ્નર દ્વારા જે નિર્ણય લેવામાં આવ્યો તે અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશન ઇતિહાસ સૌથી ઉત્તમ નિર્ણય કહી શકાય છે. હાટકેશ્વર બ્રિજના કોન્ટ્રકટરને બ્લેક લિસ્ટ અને પોલીસ કેસ દાખલ કરવામાં આવ્યો હતો. પરંતુ હજુ સુધી પોલીસ તેમને પકડી શકી કેમ નથી.આ સાથે એવું સાબિત થઈ રહ્યું છે. ભાજપ તેને બચાવવાનો પ્રયત્ન કરી રહી હોય તેવો આક્ષેપ કરવામાં આવ્યો હતો..સાથે 1 મહિના બ્રિજના તોડવાનો નિર્ણય કરવામાં આવ્યો હતો તે છતાં હજુ કેમ ભ્રષ્ટાચાર બ્રિજ હજુ સુધી કેમ તોડવામાં નથી આવ્યો. ત્યારે વિપક્ષનો જવાબ મેયર આપ્યો હતો, મેયર કીરીટ પરમારે જણાવ્યુ હતું કે વિપક્ષનું કામ વિરોધ કરવાનું છે વિરોધ કરવાનું કામ છે.તે કોઈ પણ કામ ના હોય ત્યારે વિરોધ કરતા હોય છે. તેમ હાટકેશ્વર બ્રિજ મુદ્દે કોન્ટ્રકટરને બ્લેકલિસ્ટ સાથે તેની પર પોલીસ ફરિયાદ પણ કરવામાં આવી છે.
વધુ સમાચારો માટે જોતા રહો વીઆર લાઇવ ન્યૂઝ
વધુ સમાચારો માટે જોતા રહો અમારી વેબ સાઇટ