એએમસીને ડાહપણની દાઢ ફુટી-કરોડો રુપિયાનો થશે આંધણ

0
229

અમદાવાદ મહાનગર પાલિકાની સ્ટેન્ડિંગ કમિટીની બેઠક યોજાઇ..જેમાં ઘણા વર્ષો પછી Amc ના શાસકોને ભૂલ સમજાઈ.. શહેરમાં રહેલા સાયકલ ટ્રેક ને દૂર કરવા અધિકારીઓને સૂચના આપી.. અમદાવાદ મહાનગરપાલિકા પ્રોજેક્ટ અમલીકરણ કરે છે અને પછી તે નિષ્ફળ જાય છે. તો સાથે સાથે પૈસાનુ  પણ પાણી થાય છે.. આવો પ્રોજેક્ટ એટલે સાયકલ ટ્રેક પ્રોજેક્ટ..કૉર્પોરેશને કરોડોના ખર્ચે વિવિધ વિસ્તારોમા સાયકલ ટ્રેક તૈયાર કર્યો હતો, પણ તેનો ઉપયોગ ન થતા તે શોભાના ગાંઠિયા બન્યા છે ત્યારે હવે રહી રહીને જાગેલા.તંત્ર એ સાયકલ ટ્રેક દૂર કરવાનો નિર્ણય કર્યો છે.. બુધવારે મળેલી સ્ટેન્ડિંગ કમિટીની બેઠકમાં આ નિર્ણય કરવામાં આવ્યો..જ્યાં સાયકલ ટ્રેક હશે તેને દૂર કરવાની કાર્યવાહી કરવામાં આવશે .