ઠંડી તો ભૂલી જાઓ આ શિયાળામાં તો વરસાદ પડશે : અંબાલાલ પટેલ

0
144
Ambalal Patel
Ambalal Patel

Ambalal Patel : હવામાન નિષ્ણાતોનું માનીએ તો આ વર્ષે ઠંડીએ પોતાનું કોઈ જ સખ્ત રૂપ બતાવ્યું નથી, ચાલુવર્ષે ઠંડી એકદમ સામાન્ય રહી છે, ઠંડી પડે તો ખેડૂતોના ઘઉંના પાકોમાં વર્ષ સારું રહે, પરંતુ ઠંડીની રાહ જોતા ખેડૂતોને તો પડ્યા પર પાટું પડવા જેવી સ્થિતિ થઇ રહી છે, હવામાન શાસ્ત્રી અંબાલાલ પટેલે રાજ્યમાં ફરી માવઠું થવાની આગાહી વ્યક્ત કરી દીધી છે.

     

Ambalal Patel

Ambalal Patel : રાજ્ય માટે ફરી એકવાર આફતના સમાચાર સામે આવ્યા છે, ગુજરાતના ખેડૂતોના માટે ફરી એકવાર વરસાદી ઘાત આવી છે, હવામાન નિષ્ણાત અંબાલાલ પટેલના જણાવ્યા અનુસાર, આગામી દિવસોમાં ગુજરાતમાં માવઠુ થઇ શકે છે,  જો આમ થશે તો રાજ્યમાં ફરી એકવાર ખેડૂતોના માટે પડ્યા પર પાટૂ જેવી સ્થિતિ સર્જાશે. 

5 ફેબ્રુઆરીથી રાજ્યના આ વિસ્તારમાં પડશે કમોસમી વરસાદ :  Ambalal Patel

Ambalal Patel

Ambalal Patel : ગુજરાતમાં ખેડૂતો માટે ફરી એકવાર માઠવાના માઠા સમાચાર સામે આવ્યા છે. હવામાન નિષ્ણાંત અંબાલાલ પટેલનું અનુમાન છે કે, આ ફેબ્રુઆરી મહિનામાં રાજ્યમાં ઠેર ઠેર માવઠુ થઇ શકે છે. આગામી 5 અને 6 ફેબ્રુઆરી સુધી કચ્છમાં કમોસમી વરસાદી ઝાંપટા પડવાની પુરેપુરી શક્યતા છે. આગાહીકાર અંબાલાલે જણાવ્યું કે, આ મહિનામાં ઉત્તર ગુજરાતના વિસ્તારોમાં વરસાદી છાંટા પડવાની શક્યતા છે. ભારતમાં મજબૂત પશ્ચિમી વિક્ષેપને લીધે આ માવઠાની શક્યતા છે, એટલું જ નહીં રાજ્યના અન્ય વિસ્તારોમાં પણ પવનનું જોર વધશે, જેના કારણે ઠંડીમા વધારો થશે.

Ambalal Patel

Ambalal Patel : આગામી 7થી 9 ફેબ્રુઆરી વચ્ચે કડકડતી ઠંડી પડવાનું અંબાલાલનું અનુમાન છે. ઉત્તર ગુજરાત, કચ્છના કેટલાક ભાગોમાં હાડ થીજવતી ઠંડી પડશે. આ ઉપરાંત રાજ્યમાં સમયે લઘુતમ તાપમાન 10 ડિગ્રી સુધી જવાની શક્યતા છે. અમદાવાદ, ગાંધીનગરમાં પણ 13 ડિગ્રી સુધી તાપમાનનો પારો ગગડશે. ઉત્તર ગુજરાતના કેટલાક વિસ્તારોમાં છ ડિગ્રી સુધી પારો ગગડીને નીચે જવાની શક્યતા છે. આગામી 19થી 22 ફેબ્રુઆરી વચ્ચે વધુ એક મજબૂત પશ્ચિમી વિક્ષેપ આવશે. અંબાલાલની આગાહી પ્રમાણે, આ ફેબ્રુઆરી મહિનામાં વરસાદી ઝાંપટા પડશે અને ઠંડીનો ચમકારો વધશે. 

दिलचस्प खबरों के लिए यहाँ क्लिक करे

यूट्यूब चैनल पर शॉर्ट्स देखने के लिए यहाँ क्लिक करे

पंजाब में और क्या चल रहा है – यहाँ से क्लिक कर के जाने