રવિવારે અંબાજી મંદિર અડધો દિવસ બંધ રહેશે. કારણ જાણીને દર્શને નીકળજો, નહિ તો ફેરો ફોગટ જશે

0
675

રવિવારે અંબાજી મંદિરમાં પ્રક્ષાલન વિધિ યોજાશે, જેને લઈ બપોર બાદ મંદિર દર્શનાર્થીઓ માટે બંધ રાખવામાં આવશે ,યાત્રાધામ અંબાજીમાં ભાદરવી પૂનમનો મેળો ભરાયા એક ખાસ વિધિ કરવામાં આવે છે. મેળા બાદ મંદિરની પવિત્રતાને શુદ્ધતા માટે સમગ્ર પરિસરની સાફ સફાઈ કરવામાં આવે છે. આ વિધિને પ્રક્ષાલન વિધિ કહેવાય છે. જેથી આવતીકાલે 1 ઓક્ટોબર, રવિવારના રોજ નિજ મંદિરમાં પ્રક્ષાલન વિધિ યોજાશે, જેને લઈ બપોર બાદ મંદિર દર્શનાર્થીઓ માટે બંધ રાખવામાં આવશે. જેમાં અંબાજી નીજ મંદિરના ગોખ સહીત સમગ્ર મંદિર પરિસરને સાફ સફાઈ કરાય છે. આ વિધિમાં અંબાજી મંદિર પરિસરને નદીઓના નીરથી ધોવામાં આવે છે. માતાજીનાં શણગારના સોંના ચાંદીના દાગીનાઓને મંદિરનાં પવિત્રજળની ધોવામાં આવે છે.

ambaji temple1

શું છે પ્રક્ષાલન વિધિ 
અંબાજી મંદિરમાં પ્રક્ષાલનવીધી વર્ષ માં એકવાર ભાદરવી પુનમ બાદ ચોથે કરવામાં આવે છે. ભાદરવી પૂનમ (bhadaravi Poonam) દરમિયાન હજારોની સંખ્યામાં પદયાત્રીઓ અંબાજી મંદિરમાં આવતા હોય છે. જેમાં ઘણા યાત્રિકો રસ્તામાં શૌચક્રિયાઓ વગેરે કર્યા બાદ સીધા મંદિરે દર્શન માટે પહોંચી જતા હોય છે. તેવામાં મંદિરની પવિત્રતા જળવાતી નથી. જેને લઈ ભાદરવી પૂનમના ચોથા દિવસે મંદિર ગોખ સહિત સમગ્ર મંદિર પરિસરને નદીના પાણીથી ધોઇ સાફ સફાઈ કરવામાં આવે છે. સાથે માતાજીના વિવિધ શણગારના અલંકારો, સવારીને પૂજનની તમામ સામગ્રીની સફાઈ કરવામાં આવે છે, જેને પ્રક્ષાલન વિધિ કહેવાય છે. આ વર્ષે આ પ્રક્ષાલન વિધિ માટે આવતીકાલે 1 ઓક્ટોબર, રવિવારના રોજ માતાજીને રાજભોગ ધરાયા બાદ દર્શનાર્થીઓ માટે મંદિર સંપૂર્ણ બંધ રાખવામાં આવશે. પ્રક્ષાલન વિધિ પત્યા બાદ નૈવેદ્ય ચઢાવી ફરી મંદિર શરૂ કરવામાં આવશે. 

માટે સંપૂણ બંધ રહેશે અને મંદિરની પક્ષાલન વિધિ પૂર્ણ થયા બાદ સાયંકાલની આરતી રાત્રિના 9 કલાકે કરાશે અને તેના બીજા દિવસથી દર્શનાર્થીનો સમયે રાબેતા દર્શન કરી શકશે તેવું અંબાજી મદિરના મહારાજે જણાવ્યું. 

amabji 2

આવતીકાલે 1 ઓક્ટોબરે પક્ષાલનના દિવસે મંદિરમાં દર્શનનો સમય
સવારે મંદિર 7.30 થી 11.30 સુધી દર્શન
બપોરે 12.30 થી 01.30 સુધી જ ખુલ્લો રહેશે 
સાંજની આરતી રાત્રિના 9.00 કલાકે કરાશે

બપોરે 1.30 વાગ્યા બાદ મંદિર બંધ 
આવતીકાલે મા અંબા (Ambaji) ના ગર્ભગૃહ સહિત મંદિરની પ્રક્ષાલન વિધિ કરવામાં આવશે. ભાદરવી પૂનમનો મેદો સંપન્ન થયા બાદ જ આ વિધિ યોજાતી હોય છે. જેમાં મંદિરમાં રહેલ શ્રી યંત્ર આજના દિવસે બહાર લાવવામાં આવે છે. તેથી આ વિધિનું મહત્વ અનેકગણું હોય છે. બપોરે એક વાગ્યા પછી આ વિધિ શરૂ થતી હોય છે. તેથી પક્ષાલન વિધિ માટે બપોરાના 1.30 વાગ્યાથી મંદિર બંધ રહેશે. સાંજની આરતી રાત્રે 9.00 કલાકે કરાશે. 

ambaji 4

7 નદીના જળથી મંદિર ધોવાય છે
આ વિધિ શાસ્ત્રોક્ત મંત્રો દ્વારા સિદ્ધપુરના માણસ ગૌત્રના બ્રાહ્મણો દ્વારા કરવામાં આવે છે. મા અંબાના ગર્ભગૃહ સહિત સોના-ચાંદીના આભૂષણોને ગંગાજળ અને સરસ્વતીના નીર સહીત અનેક નદીઓના પવિત્ર જળથી ધોવામાં આવે છે. પ્રક્ષાલન વિધિ માટે સાત નદીઓના જળ લાવવામાં આવે છે. ત્યાર બાદ શુભ મુર્હુતમાં તેને માતાજીના મંદિરમાં પ્રસ્થાપિત કરાય છે.

પ્રક્ષાલન વિધી કરવાથી પુણ્ય મળે છે
પ્રક્ષાલન વિધિમાં ભાગ લેવા ગુજરાતભરમાંથી મોટી સંખ્યામાં યાત્રિકો અંબાજીમાં આવી પહોંચતા અનેરો ભક્તિમય માહોલ સર્જાતો હોય છે. કહેવાય છે કે, પ્રક્ષાલન વિધિ કરવાથી અનેકગણુ પુણ્ય મળે છે. તેથી જ આ વિધિમાં ભાગ લેવા અને યાત્રાધામને પવિત્ર કરવાનો લ્હાવો લેવા માટે મોટી સંખ્યામાં ભક્તો જોડાયા હતા.