Alpesh Thakor :ઠાકોર સમાજમાં સામાજિક અને શૈક્ષણિક ક્રાંતિ લાવવાના સંકલ્પ સાથે અલ્પેશ ઠાકોર ફરી એકવાર મેદાને ઉતર્યા છે. આગામી 26 જાન્યુઆરીના રોજ ગાંધીનગરમાં વહેલી સવારે 3 વાગ્યે ‘અભ્યુદય’ નામના વિશાળ કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું છે. આ કાર્યક્રમ ઠાકોર સમાજને જાગૃત કરવા અને તેને પ્રગતિના માર્ગે દોરવા માટે યોજાશે.
Alpesh Thakor :7 હજારથી વધુ ગામડાઓથી ઉમટશે સમાજ

આયોજકોનો દાવો છે કે રાજ્યભરના 7 હજારથી વધુ ગામડાઓમાંથી ઠાકોર સમાજના લોકો અને અંદાજે 7000થી વધુ સ્વયંસેવકો ગાંધીનગર પહોંચશે. આ કાર્યક્રમને ઐતિહાસિક બનાવવા માટે સમાજના આગેવાનો, યુવાનો અને કાર્યકરો જોડાશે.
સમાજને બદીઓ અને કુરિવાજોથી મુક્ત કરવાનો સંકલ્પ
અલ્પેશ ઠાકોરે સ્પષ્ટ શબ્દોમાં જણાવ્યું કે,
“હવે ઠાકોર સમાજને બદીઓ અને કુરિવાજોના ભરડામાંથી બહાર લાવવાનો સમય આવી ગયો છે. સમાજ હવે શિક્ષણની વાત કરશે, કુરિવાજો કે વ્યસનોની નહીં.”
તેમણે ઉમેર્યું કે આવનારી પેઢીનું ભવિષ્ય સુરક્ષિત કરવા માટે શિક્ષણ જ સૌથી મોટું શસ્ત્ર છે.
Alpesh Thakor :દિયોદર મોડેલથી પ્રેરણા
અલ્પેશ ઠાકોરે દિયોદરમાં તૈયાર કરાયેલા સામાજિક બંધારણનું ઉદાહરણ આપતાં કહ્યું કે ત્યાં સમાજમાં સકારાત્મક બદલાવ આવ્યો છે અને એ જ મોડેલ હવે રાજ્યભરમાં લાગુ કરવાનું લક્ષ્ય છે.
અડાલજ ખાતે સરસ્વતીધામ સંકુલ બનશે
કાર્યક્રમ દરમિયાન મહત્વપૂર્ણ જાહેરાત પણ કરવામાં આવી છે. રાજ્ય સરકારના સહયોગથી અડાલજ ખાતે સરસ્વતીધામ સંકુલ બનાવવાની યોજના છે, જે સમાજના શિક્ષણ અને સંસ્કાર માટે કેન્દ્ર બની રહેશે.
Alpesh Thakor :26 જાન્યુઆરીએ શક્તિપ્રદર્શન

ઠાકોર સેના અને અલ્પેશ ઠાકોરના આક્રમક તેવરથી સ્પષ્ટ થાય છે કે 26 જાન્યુઆરીનો દિવસ માત્ર કાર્યક્રમ નહીં, પરંતુ સમાજની નવાજૂનીનો સંદેશ આપતો દિવસ બનશે. આ કાર્યક્રમથી ઠાકોર સમાજમાં ફરી એકવાર સામાજિક ચેતના અને શૈક્ષણિક જાગૃતિનો નવો સૂર્યોદય થવાની શક્યતા છે.




