પંજાબમાં તમામ ટોલ પ્લાઝા થશે બંધ , ખેડૂત સંગઠન કરશે આંદોલન

0
159
પંજાબમાં તમામ ટોલ પ્લાઝા થશે બંધ , ખેડૂત સંગઠન કરશે આંદોલન
પંજાબમાં તમામ ટોલ પ્લાઝા થશે બંધ , ખેડૂત સંગઠન કરશે આંદોલન

પંજાબમાં તમામ ટોલ પ્લાઝા બંધ થશે તેવા સમાચાર મળી રહ્યા છે. કેમકે પંજાબના 18 જેટલા ખેડૂત સંગઠને 15 નવેમ્બરથી આંદોલનની ચીમકી આપી છે અને ફરી એક વાર રાજ્યમાં તમામ ટોલ પ્લાઝા બંધ કરશે . 18 જેટલા ખેડૂત સંગઠનના આગેવાનોએ એક મિટિંગમાં નક્કી કર્યું કે કેન્દ્રની મોદી સરકારનું પુતળું બાળીને દશેરાની ઉજવણી કરીશું. અને ખેડૂત આંદોલન વખતે જે વાયદાઓ કાર્ય હતા તે પુરા થયા નથી અને ખેડૂત નેતાઓ માંગ કરી રહ્યા છેકે તમામ સંગઠનને આપેલા વાયદાઓ કેન્દ્ર સરકારે પુર તો નથી જ કર્યા પરંતુ ખેડૂતોને મળતા લાભ પણ આપવામાં મોડું થઇ રહ્યું છે. યુનાઈટેડ કિસન મોરચાનો ભાગ એવા ઉત્તર ભારતના 18 ખેડૂત સંગઠન બે દિવસ કોર્પોરેટ ગૃહ અને કેન્દ્ર સરકારના પુતળા બાળશે. અને આ સંગઠને નવેમ્બરના બીજા અઠવાડિયામાં મોટું આંદોલન શરુ કરશે જે લાંબા સમય સુધી સંઘર્ષ જોવા મળશે . અને પંજાબના તમામ ટોલ પ્લાઝા અનિશ્ચિત સમય માટે બંધ કરવાનું એલાન કર્યું છે. ચંડીગઢમાં કિસન ભવન ખાતે 18 ખેડૂતોના સંગઠનની બેઠક મળી. તેમાં ચાર સભ્યોની સમિતિની પણ રચના કરવામાં આવી છે. જે SKM સંબધિત અન્ય બિન રાજકીય ખેડૂત સંગઠન એકતા વાટાઘાટોને આગળ ધપાવશે. ખેડૂતો અને ખેત મજૂરોની માંગણીઓ માટે SKMના તમામ 32 સંગઠન એક મંચ પર લાવવામાં આવશે.

પત્રકાર આગેવાનોએ માંગ કરી છેકે તમામ પાકની ખરીદી માટે MSP ગેરંટી કાયદો બનાવવો જોઈએ . આંદોલન સંગઠન કહી રહ્યા છે કે સ્વામીનાથન કમિશનના અહેવાલ મુજબ C2 પ્લસ 50 ટકાની ફોર્મ્યુલા મુજબ તમામ પાકના ભાવ આપવા જોઈએ. આ ઉપરાંત મનરેગા હેઠળ મજુરોને દર વર્ષે ૨૦૦ દિવસની રોજગારી આપવી જોઈએ. આપને જણાવી દઈએ કે અગાઉ પણ ખેડૂત સંગઠનોએ દેશનું સૌથી લાંબુ આંદોલન દિલ્હી બોર્ડર પર ચલાવ્યું હતું. અને દેશભરના ખેડૂત સંગઠનનો સહયોગ પણ મળ્યો હતો. પંજાબમાં હવે વધુ એક વખત ખેડૂતો મેદાનમાં ઉતરશે અને આ આંદોલન લાંબુ ચાલશે તેવો દાવો આગેવાનોએ અત્યારથીજ કરી દીધી છે .

આપને જણાવી દેશનો ખેડૂત હાલ અનેક સમસ્યાઓથી પીડાઈ રહ્યો છે જેમાં વાવાઝોડું,ક-મોસમી વરસાદ, લીલો દુકાળ અને ક્યાંક ચોમાસાની સિઝનમાં પણ આ વર્ષે વરસાદ નોંધાયો નથી ત્યારે ખેત ઉત્પાદનોના ભાવ પણ યોગ્ય મળી નથી રહ્યા અને વચેટીયાઓ કમાણી કરી રહ્યા છે. ખેડૂત જયારે તેનો પાક વેચવા માર્કેટમાં પહોંચે ત્યારે ખુબ નીચા ભાવે ખરીદવામાં આવે છે અને માંલ્ખારીડનાર વેપારી ઊંચા ભાવે બજારમાં વેચીને વધુ નફો કમાઈ રહ્યા છે. સરવાળે નુકશાન જગતના તાતને છે ત્યારે આ વખતે ખેડૂતો લડી લેવાના મૂડમાં છે.