લોક જનશક્તિ પાર્ટી (રામવિલાસ પાસવાન )ના પ્રમુખ અને સાંસદ ચિરાગ પાસવાને 12 જુને યોજાનારી વિપક્ષી દળોની બેઠકને લઈને મોટું નિવેદન આપ્યું છે. તેમને કહ્યું કે આ બેઠક માત્ર દેખાવો છે. વિપક્ષના તમામ નેતાઓ પોતાને વડાપ્રધાન પદના ઉમેદવાર સમજે છે. આ પહેલા ૨૦૧૪ અને ૨૦૧૯ માં પણ આ પ્રકારના ગઠબંધન કરવાની કોશિશ કરવામાં આવી હતી અને વિપક્ષી એકતાની વાત કરવામાં આવતી હતી પરંતુ પરિણામ દેશની જનતા જાણે છે. ૨૦૨૪માં પણ આજ પરિસ્થિતિનું નિર્માણ થશે. કારણકે વિપક્ષી એકતાની વાતો માત્ર દેખાવો છે.
બિહારના મુખ્યમંત્રી નીતીશ કુમાર દેશભરમાં વિપક્ષના નેતાઓને મળી રહ્યા છે તે અંગેના સવાલમાં ચિરાગ પાસવાને કહ્યું કે નીતીશ કુમારનું ધ્યાન બિહારના મુખ્યમંત્રી તરીકેના કામમાં નથી હવે તેઓ પોતાને વડાપ્રધાનના ઉમેદવાર છે તેમ માનીને વિપક્ષને મળી રહ્યા છે.
અહી ઉલ્લેખનીય છેકે 12 જુને દેશભરના વિપક્ષના નેતાઓની એક મિટિંગ બિહારમાં આયોજિત કરવામાં આવી છે . NCP પ્રમુખ શરદ પવાર પણ કહી ચુક્યા છેકે હું પીએમ પદના પરનો દાવેદાર નથી. અને વિપક્ષને એક કરવાની કોશિશ કરીશ. એક તરફ વિપક્ષને એક કરવાની વાત કરતા શરદ પવારમહારાષ્ટ્રના રાજકારણમાં મોટી ભૂમિકા ભજવશે કારણકે તાજેતરમાં સીએમ એકનાથ શિંદેની મુલાકાત લઇ ચુક્યા છે.
હવે જોવાનું રહેશેકે વિપક્ષી એકતા આવનારા સમયમાં કેવા પરિણામો લાવશે તે સમય બતાવશે.
વધુ સમાચાર માટે જોતા રહો વી.આર.લાઇવ
સતત સમાચાર માટે જોતા રહો અમારી વેબ સાઈટ