Albania AI Minister: આલ્બેનિયાની પ્રથમ AI મંત્રી ડિએલા ‘ગર્ભવતી’, 83 AI બાળકોનો થશે જન્મ – વડાપ્રધાનની જાહેરાતથી હલચલ
Albania AI Minister: આલ્બેનિયાનાં વડાપ્રધાન એડી રામાંએ જાહેર કર્યું કે વિશ્વની પ્રથમ AI મંત્રી ડિએલા ટેકનિકલી ગર્ભવતી છે અને તે 83 નવા AI આસિસ્ટન્ટને જન્મ આપશે. જાણો સંપૂર્ણ વિગતો
Albania AI Minister: આર્ટિફિશિયલ ઇન્ટેલિજન્સ (AI) ના વધી રહેલા પ્રભાવ વચ્ચે આલ્બેનિયા સરકારે ટેકનોલોજીના ક્ષેત્રમાં વિશ્વને આશ્ચર્યચકિત કરવાનો એક અનોખો નિર્ણય લીધો છે. જર્મનીમાં યોજાયેલી ગ્લોબલ ડાયલોગ કોન્ફરન્સ દરમિયાન આલ્બેનિયાના વડાપ્રધાન એડી રામાંએ જાહેરાત કરી કે દેશની પ્રથમ AI મંત્રી ડિએલા (Diella) ગર્ભવતી છે અને તે 83 બાળકોને જન્મ આપશે — આમ કહીને त्यांनी દુનિયા ભરનું ધ્યાન ખેંચી લીધું.

Albania AI Minister 83 બાળકો એટલે 83 નવા આસિસ્ટન્ટ
હકીકતમાં અહીં બાળકોનો અર્થ માનવીય નવજાત નહીં, પણ 83 નવા AI આસિસ્ટન્ટ છે. આ તમામ ડિજિટલ સહાયકો શાસક સોશિયલિસ્ટ પક્ષના દરેક સાંસદ માટે બનાવવામાં આવી રહ્યા છે. આ AI આસિસ્ટન્ટ સંસદીય સત્રોમાં ભાગ લેશે, ચર્ચાઓ રેકોર્ડ કરશે અને તેમના બોસને તરત જ ઈન્ટેલિજન્ટ સલાહ આપશે.
ડિએલાનું જ્ઞાન અને એલ્ગોરિધમ્સ પરથી જ આ તમામ 83 AI બાળકો તૈયાર થશે, અને 2026 ના અંત સુધીમાં સંપૂર્ણ રીતે કાર્યરત થશે. આ પગલું દર્શાવે છે કે આલ્બેનિયા સરકાર ભવિષ્યના વહીવટમાં AI ને કેન્દ્રસ્થાને મૂકવાનો દ્રષ્ટિકોણ ધરાવે છે.
ડિએલા, જેનો અર્થ અલ્બેનિયનમાં ‘સૂર્ય’, વિશ્વની પહેલી AI-જનરેટેડ મંત્રી છે. પરંપરાગત અલ્બેનિયન વેશભૂષામાં દર્શાવવામાં આવેલી આ AI મંત્રીએ સપ્ટેમ્બર 2025 થી દેશની જાહેર ખરીદી વ્યવસ્થાને પારદર્શક અને ભ્રષ્ટાચારમુક્ત બનાવવા માટે સેવા આપવાનું શરૂ કર્યું છે.
ગુજરાતના વધુ સમાચાર માટે જોવા માટે અહિયાં ક્લિક કરો
યુટ્યુબ પર વિડીઓ ન્યુઝ જોવા માટે
Google: સામે EU માં AI ઓવરવ્યુ ફીચર અંગે એન્ટિટ્રસ્ટ ફરિયાદ મુશ્કેલીઓ વધી




