Akash Deep :  પિતાને ગુમાવ્યા બાદ પણ ન હાર્યો જુસ્સો, જાણો ટેસ્ટમાં ડેબ્યુ કરનાર આકાશદીપની કહાની

0
272
Akash Deep
Akash Deep

Akash Deep :  આજે ભારત અને ઇગ્લેન્ડ વચ્ચે રાંચીમાં ચોથી ટેસ્ટ મેચ રમાઈ રહી છે, સમાચાર લખાઈ રહ્યા છે ત્યાં સુધી ઇગ્લેન્ડની પ્રથમ ઇનિંગ્સમાં 5 વિકેટ ગુમાવી દીધી છે, આ 5 વિકેટમાં પ્રથમ ૩ વિકેટ ટેસ્ટ ટીમઅ ડેબ્યુ કરનાર  ફાસ્ટ બોલર આકાશદીપે ઝડપી હતી, આકાશદીપે શાનદાર બોલિંગ કરી લોકોના દિલ જીતી લીધા હતા, ત્યારે આજે આપણે આકાશ દીપની જર્ની વિશે જાણીશું….     

Akash Deep

Akash Deep :  આજે ઈંગ્લેન્ડ સામે રાંચીમાં શરૂ થયેલ ચોથા ટેસ્ટ મેચમાં ભારત તરફથી આકાશ દીપ (Akash Deep Test Debut) ને ડેબ્યુ કરવાનો મોકો મળ્યો છે. ભારતીય ટીમના કોચ રાહુલ દ્રવિડે બિહારના 27 વર્ષીય ફાસ્ટ બોલરને ડેબ્યુ કેપ આપી હતી. જો કે, અહીં સુધી પહોંચવાની આકાશ દીપની કહાની ઘણી જ સંઘર્ષપૂર્ણ રહી છે.રાંચી ટેસ્ટમાં જસપ્રિત બુમરાહના સ્થાને આકાશ દીપને ભારતીય ટીમ તરફથી ડેબ્યુ કરવાની તક મળી છે. આકાશ દીપે શાનદાર પ્રદર્શન કરતા લંચ પહેલા જ ઈંગ્લેન્ડની શરૂઆતની ત્રણ વિકેટ ઝડપી લીધી હતી.

Akash Deep : કરિયરની શરૂઆત ટેનિસ બોલથી કરી

Akash Deep

આકાશ દીપે કરિયરની શરૂઆત ટેનિસ બોલથી કરી હતી અને હવેની તેની સફર ઈન્ટરનેશનલ ક્રિકેટ સુધી પહોંચી ગઈ છે.આકાશ દીપે એક ઈન્ટરવ્યુમાં જણાવ્યું હતું કે, તેના પિતા હંમેશા ઈચ્છતા હતા કે તે સરકારી નોકરી કરે, જેને લઈને તેને ઘણી પરીક્ષાઓ પણ આપી, પરંતુ તે પેપરમાં કંઈ લખીને આવ્યો ન હતો. તેના મગજમાં માત્ર અને માત્ર ક્રિકેટર બનવાનો જુસ્સો હતો.

Akash Deep :  6 મહિનામાં પરિવારના બે સભ્યો ગુમાવ્યા

Akash Deep

જણાવી દઈએ કે આકાશ દીપે છેલ્લા 6 મહિનામાં તેના પિતા અને ભાઈ બંનેને હંમેશા માટે ગુમાવ્યા, પરંતુ આવા મુશ્કેલ સમયમાં અંદરથી તૂટી જવા છતાં તેણે હિંમત નહીં હારી અને શાનદાર પ્રદર્શન કરીને ભારતીય ટેસ્ટ ટીમમાં જગ્યા બનાવી છે.

રાહુલ દ્રવિડ પાસેથી ડેબ્યૂ કેપ મળ્યા બાદ આકાશ દીપે સૌથી પહેલા પોતાની માતા પાસે જઈને તેમના ચરણ સ્પર્શ કરીને આશીર્વાદ લીધા હતા. 27 વર્ષીય આકાશ દીપે ફર્સ્ટ ક્લાસ કરિયરમાં 30 મેચમાં 23ની એવરેજથી કુલ 104 વિકેટ ઝડપી છે. આકાશ દીપ IPLમાં RCB ટીમ તરફથી રમે છે.

लेटेस्ट खबरो के लिए  यहाँ क्लिक करे

यूट्यूब चैनल पर शॉर्ट्स देखने के लिए यहाँ क्लिक करे

पंजाब में और क्या चल रहा है – यहाँ से क्लिक कर के जाने

दिलचस्प खबरों के लिए यहाँ क्लिक करे