Akaay  :  વિરાટ અને અનુષ્કાએ કેમ દીકરાનું નામ પાડ્યુ ‘અકાય’ જાણો શું છે આ નામનો અર્થ ?  

0
574
Akaay
Akaay

Akaay :  દેશભરમાં અત્યારે સોશિયલ મીડિયા પર ઉજવણીનો માહોલ છે. ભારતીય ટીમના પૂર્વ કેપ્ટન અને ક્રિકેટના બાદશાહ ગણાતા વિરાટ કોહલીના ઘરે એક બાળકનો જન્મ થયો છે. વિરાટ બીજી વખત પિતા બન્યો છે. તેની પત્ની અને બોલિવૂડ સ્ટાર અનુષ્કા શર્માએ એક પુત્રને જન્મ આપ્યો છે. આ સુપર કપલે આ પુત્રનું નામ ‘અકાય’ રાખ્યું છે. વિરાટ કોહલીએ ઈન્સ્ટાગ્રામ પર પોસ્ટ શેર કરતાની સાથે જ લોકો બાળકના નામના શબ્દનો અર્થ શોધવા લાગ્યા છે, આજે અમે તમને જણાવીશું ‘અકાય’ શબ્દનો અર્થ શું થાય ?   

Akaay :  વિરાટ કોહલીના પુત્રનું નામ ‘અકાય” રાખવામાં આવ્યું

Akaay

 વિરાટ-અનુષ્કાએ સોશિયલ મીડિયા પોસ્ટ દ્વારા તેમના ચાહકોને આ ખુશખબર આપી અને તેમના પુત્રનું નામ જાહેર કર્યું, દંપતીને બીજા બાળકના આગમન પર્વે અભિનંદનનું પૂર આવ્યું છે. લોકો તેમણે સોશિયલ મીડિયામાં અભિનંદન પાઠવી રહ્યા છે. તેમજ પુત્રના અનોખા નામને લઈને ચાહકોમાં ઉત્સુકતા જોવા મળી રહી છે. લોકો ગૂગલ પર તેના પુત્ર “અકાય”ના નામનો અર્થ શોધી રહ્યા છે. અમે પણ આ નામનો અર્થ જાણવાનો   પ્રયાસ કર્યો.

Akaay  :  ‘અકાય’ શબ્દ મૂળભૂત શબ્દ સંસ્કૃતમાંથી લેવામાં આવ્યો 

Akaay

“અકાય” મૂળભૂત રીતે સંસ્કૃત શબ્દ છે જેનો ઉપયોગ વિશેષણ તરીકે થાય છે. અકાય એટલે કે જેનો કોઈ નિશ્ચિત આકાર નથી એટલે કે તે નિરાકાર છે. હિન્દુ ધર્મમાં ભગવાન શિવને નિરાકાર માનવામાં આવે છે. જેનો કોઈ આકાર નથી, જે નિરાકાર છે. એવું માનવામાં આવે છે કે વિરાટ કોહલી અને અનુષ્કાએ તેમના પુત્રનું નામ ભગવાન શિવના નામ પર રાખ્યું છે. જો કે, બીજી બાજુ, આ શબ્દના અર્થ વિશે પણ બીજો પણ દાવો છે – પૂર્ણ ચંદ્રની નજીક અથવા પૂર્ણ ચંદ્રનો પ્રકાશ, અથવા પૂર્ણ ચંદ્ર પણ થાય છે.

પુત્રીનું નામ વામિકા હતું

Akaay

ઉલ્લેખનીય છે કે વિરુષ્કાએ તેની પુત્રીનું નામ વામિકા રાખ્યું છે. તેનો જન્મ 11 જાન્યુઆરી, 2021ના રોજ થયો હતો. વામિકા દેવી દુર્ગાનું એક નામ છે. આ નામનો અર્થ ભગવાન શિવ અને પાર્વતીનું મિશ્ર સ્વરૂપ પણ માનવામાં આવે છે. વિરાટ કોહલી વામિકાને લઈને ખૂબ જ પ્રોટેક્ટિવ છે. તેણે સોશિયલ મીડિયા પર કોઈ ફોટો શેર કર્યો નથી અને ઘણીવાર પાપારાઝીને ફોટો ન લેવાની વિનંતી કરતા જોવા મળે છે. તમને જણાવી દઈએ કે પુત્રના જન્મ પહેલા જ વિરાટે ઈંગ્લેન્ડ સાથે ચાલી રહેલી 5 મેચની ટેસ્ટ શ્રેણીમાંથી પોતાનું નામ પાછું ખેંચી લીધું હતું. તેની ઉપલબ્ધતા અંગે વિવિધ અટકળો લગાવવામાં આવી રહી હતી.

Akaay

(Akaay) અકાયનો જન્મ 15 ફેબ્રુઆરીએ થયો હતો.વિરાટ કોહલીએ સોશિયલ મીડિયા પર ખુલાસો કર્યો છે કે તેમના નાના પુત્ર અકાયનો જન્મ 15 ફેબ્રુઆરીએ થયો હતો. વિરાટ કોહલીએ સોશિયલ મીડિયા પર પોસ્ટ શેર કરી અને કહ્યું, ‘અત્યંત આનંદ સાથે અમે તમને જણાવવા માંગીએ છીએ કે 15 ફેબ્રુઆરીના રોજ અમારા બેબી બોય Akaay, જે વામિકાના નાના ભાઈ છે, આ દુનિયામાં જન્મ્યા હતા. અમે અમારા જીવનના આ સુંદર સમયમાં તમારા આશીર્વાદ અને શુભેચ્છાઓ માંગીએ છીએ. અમે તમને વિનંતી કરીએ છીએ કે કૃપા કરીને આ સમયે અમારી ગોપનીયતાનો આદર કરો.

लेटेस्ट खबरो के लिए  यहाँ क्लिक करे

यूट्यूब चैनल पर शॉर्ट्स देखने के लिए यहाँ क्लिक करे

पंजाब में और क्या चल रहा है – यहाँ से क्लिक कर के जाने

दिलचस्प खबरों के लिए यहाँ क्लिक करे