AjitDoval ; કેન્દ્ર સરકારે ફરીથી અજીત ડોભાલને રાષ્ટ્રીય સુરક્ષા સલાહકાર (NSA) તરીકે નિયુક્ત કર્યા છે. કેબિનેટની નિમણૂક સમિતિએ વડા પ્રધાનના મુખ્ય સચિવ તરીકે ડૉ પીકે મિશ્રાની નિમણૂક કરી છે. પીકે મિશ્રાની નિમણૂક વડા પ્રધાનના કાર્યકાળ સાથે અથવા આગળના આદેશો સુધી ચાલુ રહેશે. ન્યૂઝ એજન્સીના જણાવ્યા અનુસાર સિનિયોરિટી ટેબલમાં તેમને કેબિનેટ મંત્રીનો દરજ્જો આપવામાં આવશે.કેન્દ્ર સરકારે પૂર્વ IPS અધિકારી અજીત ડોભાલ ( AjitDoval) ને ફરીથી રાષ્ટ્રીય સુરક્ષા સલાહકાર (NSA) તરીકે નિયુક્ત કર્યા છે. સત્તાવાર આદેશ અનુસાર, તેમની નિમણૂક વડા પ્રધાન નરેન્દ્ર મોદીના કાર્યકાળ દરમિયાન અથવા આગામી આદેશો સુધી રહેશે.

AjitDoval : ડોભાલ ત્રીજી વખત NSA બન્યા

AjitDoval : ડૉ. પીકે મિશ્રા વડા પ્રધાન કાર્યાલયમાં વહીવટી બાબતોને સંભાળશે, જ્યારે (AjitDoval) ડોભાલ રાષ્ટ્રીય સુરક્ષા, લશ્કરી બાબતો અને ગુપ્તચર બાબતોનું ધ્યાન રાખશે. 1968 બેચના IPS અધિકારી ડોભાલને સતત ત્રીજી વખત દેશના રાષ્ટ્રીય સુરક્ષા સલાહકાર તરીકે નિયુક્ત કરવામાં આવ્યા છે.. તેઓ આતંકવાદ વિરોધી બાબતોના જાણીતા નિષ્ણાત છે અને પરમાણુ મુદ્દાઓ પર તેમની કુશળતા માટે જાણીતા છે.
પીકે મિશ્રા વડાપ્રધાનના મુખ્ય સચિવ રહેશે

કેબિનેટની નિમણૂક સમિતિએ વડા પ્રધાનના મુખ્ય સચિવ તરીકે ડૉ પીકે મિશ્રાની નિમણૂક કરી છે. પીકે મિશ્રાની નિમણૂક વડાપ્રધાનના કાર્યકાળ સાથે અથવા આગળના આદેશો સુધી ચાલુ રહેશે. ન્યૂઝ એજન્સીના જણાવ્યા અનુસાર તેમને સિનિયોરિટી ટેબલમાં કેબિનેટ મંત્રીનો દરજ્જો આપવામાં આવશે.
પીકે મિશ્રા છેલ્લા એક દાયકાથી વડાપ્રધાનની સાથે છે

દરમિયાન પીકે મિશ્રા 1972 બેચના નિવૃત્ત અધિકારી છે. તેઓ છેલ્લા એક દાયકાથી વડાપ્રધાન નરેન્દ્ર મોદી સાથે છે. બંને અધિકારીઓ વડાપ્રધાન મોદીના સૌથી નજીકના અને વિશ્વાસુ માનવામાં આવે છે.
લેટેસ્ટ સમાચાર માટે અહી કલિક કરો
યુ-ટ્યુબ ચેનલમાં શોર્ટ્સ જોવા અહીં કલિક કરો
ગુજરાતના મહત્વના સમાચાર માટે અહીં ક્લિક કરો
રોમાંચક સમાચાર માટે અહીં ક્લિક કરો