અમદાવાદના હરિટેજ લુક ધરાવતા બસ સ્ટેન્ડનો થશે ઉદ્ઘાટન

0
153

સીએમ ભુપન્દ્ર પટેલ કરશે ઉદ્ઘાટન

સવા લાખ પેસેન્જરોનું થસે મેનેજમેન્ટ

રાજ્યનું પ્રથમ હેરિટેજ લુક ધરાવતા બસ સ્ટેન્ડ અમદાવાદીઓ માટે  5 જુને સીએમ ભુપેન્દ્ર પટેલ ખુલ્લું મુકશે, લાલ દરવાજા બસ સ્ટેન્ડ રેટ્રો હેરિટેજ તરીકે ઓળખાશે.અંદાજીત 8 કરોડ 88 લાખ ના ખર્ચે તૈયાર થયું  છે .ભરતપુર રાજસ્થાનના લાલ પથ્થરોથી હેરિટેજ બસ સ્ટેન્ડ નું નિર્માણ થયું છે રોજના એક લાખ 25 હજાર પેસેન્જરો તેમજ 485 બસોની ટ્રીપનું મેનેજમેન્ટ લાલ દરવાજા બસ સ્ટેન્ડ પર થશે. પેસેન્જર ઇન્ફોર્મેશન સિસ્ટમ PIS દ્વારા બસ અંગે રિયલ ટાઈમ જાણકારી મળશે.GPS ટેકનલોલોજી થી સજ્જ બસ અંગે એરિવાઇલ ટાઇમનું એનાઉસમેન્ટ કરાશે..સીસીટીવી કંટ્રોલ રૂમ દ્વારા મોનીટરીંગ સિસ્ટમ કાર્યરત કરાઇ છે, તમને જણાવી દઇએ કે આ બસ સ્ટેન્ડમાં 1947 થી 2023 સુધીના ઐતિહાસિક ટ્રાન્સપોર્ટેશનનો વારસો તેમજ હેરિટેજ વારસા ની ઝાંખી કરાવતા પોસ્ટરો બસ સ્ટેન્ડ પર જોવા મળશે, બસ સ્ટેન્ડનું તાપમાન ચાર થી પાંચ ડિગ્રી તાપમાન નીચું રહેવાનો અંદાજો છે..