અમદાવાદમાં 25 એપ્રિલ સુધી પડશે કાળજાળ ગરમી

0
328

અમદાવાદ સહિત રાજ્યભરમાં કાળઝાળ ગરમી વચ્ચે મોસમનો મિજાજ વારંવાર બદલાઈ રહ્યો છે ગુજરાતના મોટા ભાગનાં શહેરોમાં  ગરમીનો પારો 42 ડિગ્રી સુધી જઈ શકે છે.જયારે 20થી 25 એપ્રિલ સુધી રાજ્યમાં ગરમીનો પ્રકોપ રહેશે. તા.25-26 એપ્રિલે રાજ્યમાં ફરી આંધીનો પ્રકોપ રહેશે. હવામાન વિભાગ અનુસાર આગામી ચાર દિવસ રાજ્યમાં તાપમાનમાં વધઘટ જોવા મળી શકે છે. ચાર દિવસ વાતાવરણ સૂકું રહેશે. આગામી બે દિવસ તાપમાનમાં કોઈ ફેરફાર નહીં થાય. જ્યારે બે દિવસ બાદ એક ડિગ્રી તાપમાન ઘટશે. બે દિવસ સૌરાષ્ટ્રના સુરેન્દ્રનગર, રાજકોટ, અમરેલીમાં એક ડિગ્રી તાપમાન વધવાની શકયતા છે. ઉત્તરી દિશાથી સૂકા પવન ફૂંકાવાને લઈને તાપમાનમાં વધારો થશે તો બીજી તરફ રાહત આપનારા સમાચારમાં હાલ એલર્ટની કોઈ આગાહી નથી.