Ahmedabad Rain: અમદાવાદમાં પ્રથમ વરસાદમાં જ ભૂવા ધૂણ્યા, આઇકોનિક રોડ એટલે ‘સિટી એન્ટ્રી રોડ’ના હાલ-બેહાલ

0
105
Ahmedabad Rain: અમદાવાદમાં પ્રથમ વરસાદમાં જ ભૂવા ધૂણ્યા
Ahmedabad Rain: અમદાવાદમાં પ્રથમ વરસાદમાં જ ભૂવા ધૂણ્યા

Ahmedabad Rain: સમગ્ર ગુજરાત સહિત અમદાવાદ શહેરમાં મેઘરાજાએ ધમાકેદાર એન્ટ્રી કરી હતી. આકાશમાં કાળા ડિબાંગ વાદળો છવાયા બાદ વરસાદ શરૂ થયો હતો. ભારે વરસાદના કારણે કેટલાક વિસ્તારમાં ગોઠણ સમાં પાણી ભરાયાં છે. તો કેટલાક વિસ્તારમાં રોડ પર જાણે નદીઓ વહી રહી હોય તેવા દ્રશ્યો જોવા મળ્યા. તો બીજી તરફ વરસાદી માહોલ વચ્ચે કોર્પોરેશનના કર્મચારીઓ સાધનો સાથે હાજર રહેશે તેવી મોટી-મોટી વાતો ઇજનેર વિભાગના અધિકારીઓ અને તંત્ર દ્વારા કરવામાં આવી હતી, પરંતુ વરસાદની વચ્ચે એક પણ કર્મચારી ક્યાંય દેખાયા નહોતા. આ સાથે જ શેલામાં ક્લબ O7 રોડ પર મસમોટો ભૂવો પડતા કુતૂહલ સર્જાયું હતું.

Ahmedabad Rain: અમદાવાદમાં પ્રથમ વરસાદમાં જ ભૂવા ધૂણ્યા
Ahmedabad Rain: અમદાવાદમાં પ્રથમ વરસાદમાં જ ભૂવા ધૂણ્યા

ગુજરાતમાં ચોમાસું જામી (Gujarat monsoon) ગયું છે. સૌરાષ્ટ્ર અને દક્ષિણ ગુજરાતના ભાગોમાં મેઘરાજા ધોધમાર વરસી રહ્યાં છે. અમદાવાદમાં (Ahmedabad Rain) આજે હવામાન વિભાગની ભારે વરસાદની આગાહી વચ્ચે મેઘરાજાએ તોફાની બેટિંગ શરુ કરી દેતા અનરાધાર વરસાદ વરસી રહ્યો છે. શહેરમાં આજે સવારથી જ વરસાદી માહોલ સર્જાયો હતો. ત્યારે લગભગ 1 વાગ્યાની આસપાસ વરસાદની શરૂઆત થઈ હતી. વરસાદને પગલે અનેક વિસ્તારમાં પાણી ભરાયાના અહેવાલ મળી રહ્યા છે. આ દરમિયાન મકરબા અને અખબારનગર અંડરપાસ બંધ કરવામાં આવ્યા છે. અમદાવાદના સાયંસ સીટી વિસ્તારમાં 4 કલાકમાં 7 ઇંચ વરસાદ ઘાબકી ગયો છે. તેમજ રાજ્યના મુખ્યમંત્રીના ઘાટલોડિયા સીટ પર માત્ર 2 ઈંચ વરસાદમાં જ અમદાવાદ પાણીમાં ડૂબી ગયું હોય તેવા દ્રશ્યો સામે આવ્યા છે.

ગોતા અને સાયન્સ સીટી વિસ્તારમાં સાત ઇંચ વરસાદ

  • અમદાવાદમાં બપોરના 12 વાગ્યાથી 4 વાગ્યા સુધીમાં ભારે વરસાદ
  • ચાર કલાકમાં શહેરમાં સરેરાશ સવા બે ઇંચ જેટલો વરસાદ
  • સૌથી વધારે વરસાદ પશ્ચિમ વિસ્તારમાં વરસાદ
  • ગોતા અને સાયન્સ સીટી વિસ્તારમાં સાત ઇંચ વરસાદ ખાબક્યો
  • બોપલ વિસ્તારમાં સાડા છ ઇંચ જેટલો વરસાદ
  • ચાંદખેડા અને ચાંદલોડિયા વિસ્તારમાં 4 ઇંચ વરસાદ
  • પૂર્વ વિસ્તારમાં નરોડામાં પાંચ ઇંચ વરસાદ
  • અમદાવાદ શહેરમાં કયાંક ધીમી ધારે તો કયાંક ધોધમાર વરસાદ
  • ચાર કલાકથી અમદાવાદમાં અવિરત વરસાદ
  • ઠેર ઠેર અનેક વિસ્તારમાં પાણી ભરાયા

  • ઇસનપુર ચાર રસ્તા પાસે સર્વિસ રોડ પર ગટરનું પાણી બેક
  • વરસાદ અને ગટરનું પાણી રસ્તા પર ફરી વળ્યા
  • ન્યુ રાણીપમાં આનંદ પાર્ટી પ્લોટ પાસે તળાવ જેવા દ્રશ્યો
Ahmedabad Rain: અમદાવાદમાં પ્રથમ વરસાદમાં જ ભૂવા ધૂણ્યા
Ahmedabad Rain: અમદાવાદમાં પ્રથમ વરસાદમાં જ ભૂવા ધૂણ્યા
  • ચાંદલોડિયાથી કારીગામ જતા રોડ પર ઘૂંટણ સમા પાણી ભરાયા
  • મણિનગર અને ઘોડાસર વિસ્તારમાં છેલ્લા અડધા કલાકમાં ધોધમાર વરસાદ
  • ઘોડાસર રાધિકા બંગલોની બહાર વરસાદી પાણી ભરાયા
  • બાપુનગરથી લઈ બોપલ સુધીના તમામ વિસ્તારમાં વરસાદ

  • અમદાવાદ: સેન્ટ ઝેવિયર્સ કોલેજ પાસે એક વૃક્ષ થયું ધરાસાયી
  • વરસાદના જોરદાર આગમનથી ગોતા વિસ્તારમાં પાણી ભરાયા
  • અમદાવાદ આઇકોનિક રોડ પાણીમાં ગરકાવ
  • એરપોર્ટથી ઈન્દિરાબ્રિજ રોડનો આઈકોનિક રોડ પાણીમાં ડૂબ્યો
  • આઇકોનિક રોડ એટલે ‘સિટી એન્ટ્રી રોડ’ના હાલ બેહાલ

Ahmedabad Rain: સ્વિમિંગ પૂલ છે કે રોડ

ગોતા વૃંદાવન હાઈટસ 4 રસ્તા પાસે સ્વિમિંગ પૂલનું નિર્માણ સર્જાયું છે. જશોદાનગર ખારી કટ કેનાલમાં પાણી બેક માયું છે, જ્યારે એસજી હાઇવે પર વિઝિબિલીટીનું દૃશ્ય જોવા મળ્યું હતું. આ ઉપરાંત ગોતામાં વૃંદાવન હાઇટ ચાર રસ્તા પાસે બે એમટીએસ બસ ખાડામાં ફસાઈ ગઈ છે. પોલાણવાળી માટી હોવાના કારણે બંને બસોનો આગળનો ભાગ અંદર ફસાઈ ગયો હતો.

લેટેસ્ટ સમાચાર માટે અહી કલિક કરો

યુ-ટ્યુબ ચેનલમાં શોર્ટ્સ જોવા અહીં કલિક કરો

ગુજરાતના મહત્વના સમાચાર માટે અહીં ક્લિક કરો

રોમાંચક સમાચાર માટે અહીં ક્લિક કરો