વટવામાં આગની ઘટના #vatva #fire #ahmedabd #firesafety અમદાવાદ શહેરમાં વધુ એક આગની ઘટના સામે આવી છે. વટવાના ઔદ્યોગિક વિસ્તારમાં આવેલ ફેઝ-4ના જયશ્રી ઇન્ડસ્ટ્રીઝમાં આજે આગ ભભૂકી ઉઠતા અફરાતફરીની સ્થિતિ સર્જાઈ હતી. ઘટનાની જાણ થતા ફાયર બ્રિગેડની 4 ગાડીઓ તાત્કાલિક ઘટનાસ્થળે દોડી ગઈ હતી.
આગ પર કાબૂ મેળવવાના પ્રયાસો શરૂ કરવામાં આવ્યા છે.પ્રાથમિક માહિતી અનુસાર, આગ લાગવાનું ચોક્કસ કારણ હજુ સામે આવ્યું નથી, પરંતુ આગના ધુમાડા દૂર દૂર સુધી દેખાયા હતા. હાલની ઘડી સુધી કોઈ જાનહાનિ થવાના અહેવાલ મળ્યા નથી, પરંતુ મિલના અંદરના ભાગે ભારે નુકસાન થવાની આશંકા વ્યક્ત કરવામાં આવી રહી છે.
વટવામાં આગની ઘટના આગ કાબુમાં
અધિકારીઓ અને ફાયર વિભાગ દ્વારા આગ કાબુમાં આવ્યા બાદ કૂલિંગ કામગીરી હાથ ધરવામાં આવશે તથા આગ લાગવાના કારણોની તપાસ કરવામાં આવશે.



