ભારતીય જનતા પાર્ટીના ધારાસભ્ય નિતેશ રાણેએ શિવસેના ના સુપ્રીમો ઉદ્ધવ ઠાકરે પર મોટો આરોપ લગાવ્યો છે. તેમણે કહ્યું કે, ઉદ્ધવ ઠાકરેના કર્જત ફાર્મ હાઉસમાં અંડરગ્રાઉન્ડ મની વેરહાઉસ બનાવવામાં આવ્યું છે, જેની તપાસ થવી જોઈએ. રિઝર્વ બેંક ઓફ ઈન્ડિયા (RBI) દ્વારા 2000 રૂપિયાની નોટને ચલણમાંથી પાછી ખેંચવાની જાહેરાત બાદ સંજય રાઉતે કેન્દ્ર સરકાર પર મોટો હુમલો કર્યો હતો. તેમણે કહ્યું હતું કે દેશની વ્યવસ્થા સરકારના ગુલામની જેમ કામ કરી રહી છે. સંજય રાઉતના આ નિવેદન પર કટાક્ષ કરતા નિતેશ રાણેએ કહ્યું કે, ભ્રષ્ટાચારના પૈસાથી કમાયેલી 2000ની નોટોના બંડલ કર્જત ફાર્મ હાઉસમાં જ રાખવામાં આવ્યા છે. તેથી જ સંજય રાઉત આવી ટિપ્પણીઓ કરી રહ્યા છે. તેમણે કહ્યું, ફાર્મ હાઉસની તપાસ થવી જોઈએ, ત્યાં કેટલા રૂપિયા રાખવામાં આવ્યા છે તે જાણવા જોઈએ.