અમદાવાદ : નવરાત્રીમાં બેફામ વાહન ચલાવતા પહેલા વિચારજો , કરાયો નિર્ણય

0
187
અમદાવાદ : નવરાત્રીમાં બેફામ વાહન ચલાવતા પહેલા વિચારજો , કરાયો નિર્ણય
અમદાવાદ : નવરાત્રીમાં બેફામ વાહન ચલાવતા પહેલા વિચારજો , કરાયો નિર્ણય

અમદાવાદ સહિત રાજ્યમાં નવરાત્રીનુંન પર્વ ધામધુમથી મનાવાઇ રહ્યું છે અને ગરબા ખેલૈયાઓ ઉત્સાહ પૂર્વક નવરાત્રીમાં ગરબે ઘૂમી રહ્યા છે. અમદાવાદ શહેરમાં પાર્ટી પ્લોટ સહિત અનેક જગ્યાએ નાણા મોટા ગરબાનું આયોજન થયું છે અને ખેલૈયાઓને ગરબા ગાવા માટે સુવિધાઓ પૂરી પડાઈ છે ત્યારે અમદાવાદ ટ્રાફિક પોલીસ એક્શનમોડ પર છે અને જો શહેરના માર્ગો પર રાત્રે બેફામ વાહન ચલાગ્યું તો કડક કાર્યવાહી પણ કરવામાં આવશે . મળતી માહિતી મુજબ અમદાવાદ શહેરના એસ.પી.રીંગ રોડ, સિંધુ ભવન રોડ, એસ.જી.હાઇવે અને 100 ફૂર રીંગ રોડ સહિતના મહત્વના માર્ગો પર રાત્રે કેટલાક અસામાજિક તત્વો બાઈક , કાર બેફામ ચલાવીને અન્ય વાહન ચાલકોને પરેશાન કરી રહ્યા હતા ત્યારે અમદાવાદ ટ્રાફિક પોલીસ દ્વારા નવરાત્રીમાં આ અસામાજિક તત્વો અને બેફામ બાઈકર્સ કે રાઈડર્સ પર કડક કાર્યવાહી કશે .

અમદાવાદના માર્ગો પર ટ્રાફિક પોલીસ રીતસરની તવાઈ બોલાવશે. નવરાત્રીને લઈને અમદાવાદ ટ્રાફિક પોલીસ એક્શનમાં આવી છે. 24 ઓક્ટોબર સુધી ટ્રાફિક વ્યવસ્થા જળવાઈ રહે અને શહેરના નાગરિકો પરેશાન ન થાય તે માટે ટ્રાફિક પોલીસના બંદોબસ્તમાં 2100 ટ્રાફિક પોલીસ કર્મીઓ ફરજ પર રહેશે , આ ઉપરાંત TRB જવાનો અને હોમગાર્ડ જવાનો પણ ટ્રાફિક વ્યવસ્થામાં જોડાશે. તમામ પોલીસ કર્મીઓ રાત્રે રેડીએશન જેકેટ સાથે ફરજ પર સજ્જ રહેશે અને 150 જેટલા બ્રેથ એનેલાઇઝર મશીનથી દારૂ પીને ચલાવતા વાહન ચાલકો ની તપાસ પણ કરવામાં આવશે. શહેરમાં પોલીસ ચેકિંહ માટે 113 જેટલા પોઈન્ટ બનાવવામાં આવ્યા છે . ટ્રાફિક DCP નીતા દેસાઈએ જણાવ્યું કે ટ્રાફિક જામ અને જે 113 પોઈન્ટ નક્કી કરવામાં આવ્યા છે ત્યાં 600 પોલીસ કર્મીઓ તૈનાત રહેશે. જ્યાં સૌથી વધુ ટ્રાફિકજાની સમસ્યા સર્જાય છે ત્યાં આ પ્રકારે વ્યવસ્થા ગોઠવવામાં આવી છે.

દેસાઈ

DCP ટ્રાફિક નીતા દેસાઈએ જણાવ્યું કે 1500 જવાનો શિફ્ટ પ્રમાણે રાત્રે 12 વાગ્યા સુધી ગોઠવવામાં આવ્યા છે . જેમાં આ 600 જવાનોને ખાસ પોઈન્ટ પર વધુ ઉમેરવામાં આવ્યા છે. એરીતે કુલ 2100 જવાનો ફરજ પર તૈનાત રહેશે. આ 2100 જબનોની ફોર્સમાં ટ્રાફિક પોલીસ , હોમગાર્ડ, ટીઆરબી જવાનોને CP ઓફિસની સૂચનથી રેડીએશન જેકેટ , લાઈટ બટન સાથે સજ્જ થઈને પોતાની ફરજ બજાવવાની રહેશે. અને ટ્રાફિક નિયમોનું ઉલ્લઘન કરનાર વાહન ચાલકોને ઝડપી પાડવા માટે કાર્યવાહી કરવાની રહેશે. ઓવર સ્પીડ વાહન ચલાવતા તત્વો અમારી ખાસ ટીમ સ્પીડ ઘન સાથે કાર્યરત રહેશે