Ahmedabad : વેદાંત સ્કૂલ છેડતી કેસમાં DEO નું મોટું નિવેદન, શિક્ષક સસ્પેન્ડ
અમદાવાદના ઇસનપુરમાં આવેલી વેદાંત ઈન્ટરનેશનલ સ્કૂલમાં છેડતીનો એક ગંભીર મામલો સામે આવ્યો છે. જેને પગલે શાળાને આ ઘટના અંગે જવાબ રજૂ કરવા આદેશ આપવામાં આવ્યો છે. આ ઘટના શિક્ષણ જગતમાં ચિંતાનો વિષય બની છે અને શાળા તથા શિક્ષણ વિભાગ દ્વારા આ મામલે યોગ્ય કાર્યવાહી કરવામાં આવી રહી છે.

DEO નું નિવેદન
તમને જણાવી દઈએ કે, અમદાવાદ શહેરના DEO (જિલ્લા શિક્ષણ અધિકારી) રોહિત ચૌધરીએ આ અંગે નિવેદન આપ્યું છે. તેમણે જણાવ્યું છે કે, છેડતીના આરોપી શિક્ષકને તાત્કાલિક સસ્પેન્ડ કરવામાં આવ્યો છે. જોકે DEO ચૌધરીએ એમ પણ કહ્યું કે, અત્યાર સુધીની તપાસમાં શાળાનો કોઈ બદઈરાદો દેખાતો નથી.
Ahmedabad : સંચાલકે કર્યો સ્કૂલનો બચાવ
આ બાબતે સ્કૂલના સંચાલક ડો. ધારિણી શુક્લએ પણ આ ઘટના અંગે સ્પષ્ટતા કરી છે. તેમણે જણાવ્યું છે કે, છેડતીની ઘટના બન્યા બાદ શાળાએ કડક પગલાં લીધા છે. સંચાલકના કહેવા મુજબ, આ શિક્ષકની નિમણૂંક માત્ર 12 દિવસ પહેલા જ કરવામાં આવી હતી. તેમણે એ પણ ભારપૂર્વક જણાવ્યું કે, આ સમગ્ર ઘટનાની પોલીસને જાણ કરવામાં આવી છે અને અગાઉ ક્યારેય શાળામાં આવો બનાવ બન્યો નથી.
ગુજરાતના વધુ સમાચાર માટે જોવા માટે અહિયાં ક્લિક કરો
યુટ્યુબ પર વિડીઓ ન્યુઝ જોવા માટે
ગુજરાતના વધુ સમાચાર માટે જોવા માટે અહિયાં ક્લિક કરોયુટ્યુબ પર વિડીઓ ન્યુઝ જોવા માટે: Ahmedabad : વેદાંત સ્કૂલમાં શિક્ષણ જગતને શર્મશાર કરતી ઘટના શિક્ષક દ્વારા છેડતી DEOએ માંગ્યા જવાબ #VedantSchool #AhmedabadNews #SchoolHarassmentCase