ahmedabad rain : જેની લાંબા સમયથી રાહ જોવાઈ રહી હતી તે સમય આવી ગયો, અમદાવાદમાં મેઘરાજાની એન્ટ્રી થઈ છે. બપોર બાદ શહેરના વાતાવરણમાં પલટો આવ્યો હતો અને પવનની હળવી ગતિ સાથે ઘણા વિસ્તારોમાં મેઘમહેર થઈ હતી. વરસાદના પગલે વાતાવરણમાં ઠંડક પ્રસરી ગઈ છે.
![ahmedabad rain](https://vrlivegujarat.com/wp-content/uploads/2024/06/WhatsApp-Image-2024-06-28-at-7.06.55-PM-1-600x338.jpeg)
ahmedabad rain : અમદાવાદમાં ક્યાં ક્યાં છે વરસાદ
ahmedabad rain : v અમદાવાગના જુહાપુરા, શ્યામલ, વેજલપુર, જીવરાજપાર્ક, જોધપુર, શિવરંજની, નહેરુનગર, પરિમલ ગાર્ડન, ઈસ્કોન, પકવાન, એસજી હાઈવે, ગુજરાત કોલેજ, એલીસબ્રિજ, લોગાર્ડન, પાલડી, જમાલપુર સહિત અનેક વિસ્તોરમાં વરસાદ છે. હવામાન વિભાગ દ્વારા પણ અમદાવાદમાં વરસાદની આગાહી કરવામાં આવી છે.
![ahmedabad rain](https://vrlivegujarat.com/wp-content/uploads/2024/06/WhatsApp-Image-2024-06-28-at-7.06.56-PM-600x338.jpeg)
ahmedabad rain : હવામાન વિભાગ દ્વારા દક્ષિણ ગુજરાતમાં આગામી દિવસોમાં ભારેથી અતિભારે વરસાદની (Heavy Rain) આગાહી આપવામાં આવી છે. હવામાન વિભાગ (IMD) અનુસાર દક્ષિણ ગુજરાતમાં સાયકલોની સર્ક્યુલેશન સિસ્ટમ સક્રિય થઈ છે. જેના કારણે આજે ભારેથી અતિભારે વરસાદ (Rain) પડી શકે છે.
![ahmedabad rain](https://vrlivegujarat.com/wp-content/uploads/2024/06/WhatsApp-Image-2024-06-28-at-7.06.56-PM-2-600x338.jpeg)
ahmedabad rain : હવામાન વિભાગે રાજ્યમાં આજે ભારે વરસાદની આગાહી કરી છે. હવામાન વિભાગે 5 જિલ્લામાં ઓરેન્જ તેમજ અન્ય જિલ્લામાં વરસાદનું યલો એલર્ટ આપ્યું છે. આજે વહેલી સવારથી સુરત સહિત દ.ગુજરાતમાં તેમજ સૌરાષ્ટ્રમાં વરસાદી માહોલ જામ્યો છે. સવારે 6 વાગ્યાથી સાંજે 4 વાગ્યા સુધીમાં રાજ્યના 100 તાલુકામાં વરસાદ વરસ્યો, જેમાં સુરત સહિત 10 તાલુકામાં 1 ઈંચથી વધુ વરસાદ નોંધાયો છે. વલસાડમાં એક કપરાડાને છોડી આખા જિલ્લામાં મેઘરાજાની ધમાકેદાર બેટિંગ શરૂ. અમદાવાદમાં એસ.જી. હાઈવે, ગોતા, બોપલ જોધપુર, શ્યામલ, શિવરંજની, સેટેલાઈટ, વેજલપુર, નહેરૂનગર, પ્રહલાદનગર સહિતમાં વીજળીના કડાકાભડાકા સાથે મેઘરાજા પધાર્યા છે.
લેટેસ્ટ સમાચાર માટે અહી કલિક કરો
યુ-ટ્યુબ ચેનલમાં શોર્ટ્સ જોવા અહીં કલિક કરો
ગુજરાતના મહત્વના સમાચાર માટે અહીં ક્લિક કરો
રોમાંચક સમાચાર માટે અહીં ક્લિક કરો