Ahmedabad Rain: અમદાવાદમાં વરસાદની ધબધબાટી, વિઝિબિલિટી ઘટી; રસ્તાઓ પાણીમાં તરબોળ

0
149
Ahmedabad Rain: અમદાવાદમાં વરસાદની ધબધબાટી, વિઝિબિલિટી ઘટી; રસ્તાઓ પાણીમાં તરબોળ
Ahmedabad Rain: અમદાવાદમાં વરસાદની ધબધબાટી, વિઝિબિલિટી ઘટી; રસ્તાઓ પાણીમાં તરબોળ

Ahmedabad Rain: ઘણા દિવસથી અમદાવાદમાં વરસાદે વિરામ લેતાં લોકો બફારાથી ત્રસ્ત હતા. આવામાં અમદાવાદમાં વિરામ બાદ ધોધમાર વરસાદ જોવા મળ્યો છે. ભારે વરસાદી ઝાપટું પડતાં શહેરના અનેક વિસ્તારોમાં પાણી ભરાયા છે. રસ્તાઓ પર પાણી ભરાતા વાહનચાલકોને મુશ્કેલીનો સામનો કરવો પડ્યો હતો.

Ahmedabad Rain: અમદાવાદમાં વરસાદની ધબધબાટી, વિઝિબિલિટી ઘટી; રસ્તાઓ પાણીમાં તરબોળ
Ahmedabad Rain: અમદાવાદમાં વરસાદની ધબધબાટી, વિઝિબિલિટી ઘટી; રસ્તાઓ પાણીમાં તરબોળ

Ahmedabad Rain: વિકાસની પોલ ખુલી

શહેરના ગુજરાત યુનિવર્સિટી, નહેરુનગર, ગોતાથી સોલા તરફ જતા માર્ગ પર, ચાંદલોડિયા, ચાંદખેડા, શિવરંજની, જોધપુર, જુહાપુરા, વેજલપુર, વાસણા, સેટેલાઈટ, શ્યામલ, આનંદનગર, સેટેલાઈટ, સોલા, ગોતા, બોડકદેવ, SG હાઈવે, પ્રહલાદનગરમાં વરસાદ મન મુકીને પડ્યો, પરંતુ આ વરસાદે મનપાના વિકાસની પોલ પણ ખોલી નાખી છે. વરસાદના કારણે અનેક વિસ્તરો રીતસરના બેટમાં ફેરવાઈ ગયા હોય તેવા દ્રશ્યો જોવા મળ્યા.

નરોડામાં 4 કલાકમાં 2 ઇંચ વરસાદ

શહેરમાં વહેલી સવારથી અનેક વિસ્તારોમાં છુટા છવાયાથી માંડીને ભારે વરસાદ પડી રહ્યો છે. ત્યારે આજે સવારે 6 વાગ્યાથી લઇને 10 વાગ્યા સુધીમાં સરેરાશ પોણો ઇંચથી લઇને બે ઇંચ જેટલો વરસાદ નોંધાયો છે. શહેરના નરોડા વિસ્તારમાં 4 કલાકમાં સૌથી વધુ બે ઇંચ જેટલો વરસાદ નોંધાયો છે, જ્યારે કોતરપુર અને મેમ્કો અને ચાંદખેડામાં દોઢ ઇંચ જેટલો વરસાદ ખાબક્યો છે. તો બીજી તરફ સાયન્સ સીટી અને ગોતામાં એક-એક ઇંચ વરસાદ નોંધાયો છે. 

નીચાણવાળા વિસ્તારો ડૂબ્યા

શહેરના અનેક વિસ્તારોમાં ધોધમાર વરસાદના લીધે નીચાણવાળા વિસ્તારો અને રોડ પણ પાણી ભરાયા હતા. જેના લીધે સ્કૂલના બાળકો મુશ્કેલીમાં મુકાયા હતા. શહેરના અનેક વિસ્તારોમાં મ્યુનિ. કર્મચારીઓ ગટરોના ઢાંકણા ખોલી પાણી કાઢવાના પ્રયાસો કરી રહ્યા છે. તો બીજી તરફ ભારે વરસાદના લીધે અખબાર નગર અંડરપાસ અને મીઠાખળી અંડરપાસ બંધ કરવાની ફરજ પડી છે. 

ક્યાં કેટલો વરસાદ? (Ahmedabad Rain)

અમદાવાદમાં આજે સવારે 6 વાગ્યાથી બપોરે 1 વાગ્યા સુધી નોંધાયેલા વરસાદની વાત કરીએ તો, પૂર્વમાં 0.67 એમએમ, પશ્ચિમમાં 31.40 એમએમ, ઉત્તર પશ્ચિમમાં 11.88 એમએમ, દક્ષિણ પશ્ચિમમાં 8.70 એમએમ, મધ્યમાં 13 એમએમ, ઉત્તરમાં 0.83 અને દક્ષિણમાં 2 એમએમ વરસાદ પડ્યો છે.

અત્રે ઉલ્લેખનીય છે કે, બુધવારથી જ અમદાવાદના વાતાવરણમાં પલટો આવ્યો હતો. કાલથી જ શહેરમાં વાદળછાયું વાતાવરણ છવાયું હતું. ત્યારે હવામાન વિભાગે આગામી સાત દિવસ ક્યાંક હળવો તો ક્યાંક ભારે વરસાદની આગાહી કરી છે.

વિઝિબિલિટી ઘટી

અમદાવાદમાં કાળા ડિબાંગ વાદળો સાથે ધોધમાર વરસાદ (Ahmedabad Rain) વરસતા વિઝિબિલિટી ઘટી હતી. જેના કારણે વાહન ચાલકોને મુશ્કેલી પડી રહી છે. આજે સતત ત્રીજા દિવસે શહેરમાં મેઘરાજાનું આગમન થતા અનેક વિસ્તારમાં વરસાદી  (rain)પાણી ભરાઇ ગયા છે. જીવરાજ પાર્ક, સાયન્સ સિટી, ગોતા, ઘાટલોડિયા, શ્યામલ, સરખેજ, વેજલપુર વિસ્તારમાં  સવારથી વરસાદનું આગમન થતાં વાતાવરણ આલહાદાયક બની ગયું હતું.

વરસાદની શક્યતાને જોતા હવામાન વિભાગે વરસાદનું યલો એલર્ટ આપ્યું છે. આગામી ત્રણ કલાક અમદાવાદમાં મધ્યમ વરસાદની (Ahmedabad Rain)આગાહી કરવામાં આવી છે. અમદાવાદ શહેરમાં સિઝનનો અત્યાર સુધીનો 60 ટકાથી વધુ વરસાદ વરસ્યો છે.

લેટેસ્ટ સમાચાર માટે અહી કલિક કરો

યુ-ટ્યુબ ચેનલમાં શોર્ટ્સ જોવા અહીં કલિક કરો

ગુજરાતના મહત્વના સમાચાર માટે અહીં ક્લિક કરો

રોમાંચક સમાચાર માટે અહીં ક્લિક કરો