Ahmedabad Rain: ગુજરાતમાં સોમવારે મેઘરાજાએ ધડબડાટી બોલાવી દીધી છે. હવામાન વિભાગ પાસેથી મળતા આંકડા પ્રમાણે, ગુજરાતમાં છેલ્લા 24 કલાકમાં કુલ 251 તાલુકામાં વરસાદ નોંધાયો છે. જેમાં મોરબીના ટંકારામાં સૌથી વધુ 14 ઇંચ જેટલો વરસાદ નોંધાયો છે. ત્યારે આજે પણ હવામાન વિભાગે ગુજરાતના કેટલાક જિલ્લામાં અત્યંત ભારે વરસાદની આગાહી કરી છે.
Ahmedabad Rain:વરસાદની ધબધબાટી
છેલ્લા બે દિવસથી અમદાવાદમાં અવિરત વરસાદ થઇ રહ્યો છે, ત્યારે મોડી રાતથી સતત વરસી રહેલા વરસાદને પગલે શહેરના કેટલાય વિસ્તારોમાં પાણી ભરાઈ ગયા છે.
શહેરના ઘાટલોડિયા, રાણીપ, સેટેલાઈટ જેવા વિસ્તારોમાં વરસાદ વરસી રહ્યો છે, ત્યારે સમગ્ર અમદાવાદ સહિત જજીસ બંગલો, શ્યામલ ચાર રસ્તા જેવા વિસ્તારોમાં પણ ભારે વરસાદ થઇ રહ્યો છે.
અમદાવાદમાં ભારે વરસાદને લઈને ગઈકાલે કલેક્ટરની સમીક્ષા બેઠકમાં વીડિયો કોન્ફરન્સથી જિલ્લામાં વરસાદની સ્થિતિ અને કામગીરીની સમીક્ષા કરવામાં આવી હતી. જેમાં વિવિધ વિસ્તારમાં ભરાયેલ પાણી અને પાણીના કારણે લોકો પડેલ હાલાકીની માહિતી કલેક્ટરે મેળવી હતી. ભારે વરસાદના કારણે શહેરના નદી, નાળા ભરાઇ જવા પામ્યા હતા. જેને લઇ કલેક્ટર દ્વારા નાગરિકોને અજાણી અને વધારે પાણી ભરાયેલી જગ્યા પર ન જવાની સૂચના આપવામાં આવી હતી. ઉપરાંત રસ્તા પર સાચવીને વાહન ચલાવવાની હાકલ કરી હતી.
લેટેસ્ટ સમાચાર માટે અહી કલિક કરો
યુ-ટ્યુબ ચેનલમાં શોર્ટ્સ જોવા અહીં કલિક કરો
ગુજરાતના મહત્વના સમાચાર માટે અહીં ક્લિક કરો
રોમાંચક સમાચાર માટે અહીં ક્લિક કરો